ફતેપરાના ઈંટા માં 400 જેટલાં કોંગ્રેસ અપક્ષ ના કાર્યકર્તા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલિયાર અને ધારાસભ્ય રમેશભાઇ કટારા ના અઘ્યક્ષ સ્થાને ભાજપ માં જોડાયા : મન કી બાત કાર્યક્ર્મ યોજાયો હતો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૯

ફતેપુરા તાલુકાના ઇંટા ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ 400 જેટલા કોંગ્રેસ અને અપક્ષ ના કાર્યકર્તાઓ એ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇઆમલિયાર , ધારાસભ્ય રમેશભાઇ કટારા ના અઘ્યક્ષ સ્થાને ભાજપ નો ખેસ પહેરી ને ભાજપ માં જોડાયા હતા.
પાટવેલ સરપંચ નાથુભાઈ ગરવાલ, વલુંડી સરપંચ સુરેશભાઈ બરજોડ, ઘુઘસ ના કોંગ્રેસ ના જિલ્લા સભ્યના ઉમેદવાર વાલ્સિંગભાઈ પારગી, ભિચોરના સરપંચ છગનભાઈ પારગી,ઇંટા તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય સરલાબેન કનુભાઈ પારગી, ફતેગડી ના મકનભાઈ ભાભોર, લખભાઈ ભાભોર સહિત 400 કાર્યકર્તા ભાજપ માં જોડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, ચેરમેન પ્રફુલભાઈ ડામોર, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર, તાલુકા પ્રમુખ રામાંભાઈ પારગી સહિત અન્ય કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: