ઓલ એનીમલ રેસક્યુ ટીમ દ્વારા ખરોદા ગામેથી ૯ ફુટ લંબાઈની અજગર રેસક્યુ કર્યાેં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૮
ઓલ એનિમલ રેસક્યુ ટીમને 07/09/2021 નાં રોજ સમય: 2:28pm જીવદયા પ્રેમી હીરા ભાઈ વીરસિંગ ભાઈ સોયડા માજી તાલુકા પંચાયત સભ્ય દ્રારા જણાવવા મા આવ્યુ કે, ખરોદા ગામની અંદર પર્સિંગ ભાઈ રામસિંગ ભાઈ બારીયાનાં ખેતરનાં અંદર ઍક ઝાડ ઉપર અજગર છે જેવી રીતે આ સુચના મળી તાત્કાલિક ટિમ નાં બે સ્નેક રેસ્કયુર જૈમિન ચારેલ અને સની સાંવરિયા તાબડતોબ સ્થળ પર પોહચી ને ભારી જેહમદ બાદ ઝાડ પર થિ ઉતારીયું અને તાત્કાલિક વન વિભાગ ને જાન કરતા 9.ft જેટલી લંબાઈ ધરાવતો અને 12 કિલો જેટલું વજન ધરાવતો અજગર વન વિભાગ ને શોપવામા આવ્યુ અને વન વિભાગે સહી સલામત પર્યાવરણ મા છોડવા મા આવ્યુ.