ખેતરમાં કામ કરી રહેલ મહિલાને કાળોતરો કરડતા મોત


રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૮


પોતાના ખેતરમાં કામ કરી રહેલ દેવધા ગામના સીમાડા ફળીયાના રપ વર્ષીય મહિલાને પગે કાળોતરો કરડી જતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા તાલુકાના દેવધા ગામના સીમાડા ફળીયામાં રહેતા રપ વર્ષીય ધનાબેન પ્રવીણભાઈ સમસુભાઈ દેહધા ગત તા.ર૯.૮.ર૦ર૧ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે પોતાના ખેતરમાં કામ કરી રહી હતી. તે વખતે કાળોતરો તેણીના પગે કરડી જતા જાેતજાેતામાં કાળોતરાનું કાતીલ ઝેર આખા શરીરમાં પ્રસરી જતા તેને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન બપોરના બે વાગ્યાના સુમારે મોત નિપજ્યું હતુ.
આ સંબંધે મૃતક ધનાબેન દેહધાના પતિ પ્રવીણભાઈ સમસુભાઈ દેહદાએ ગરબાડા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: