ગણેશ મહોત્સવ ખુશીઓનું કારણ બને, નહીં કે કોરોનાના સંક્રમણનું એ રીતે ગણેશોત્સવ ઉજવવા દાહોદ પોલીસની અપીલ

-: જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર :-
• ડીજેના જાહેરનામામાં નિર્દેશિત પ્રસંગોમાં ગણેશ મહોત્સવનો સમાવેશ નહી, એથી સ્થાપના કે વિસર્જન વખતે ડીજે વગાડી શકાશે નહીં.
• સ્થાપન તેમજ વિર્સજન વખતે એક વાહન સાથે માત્ર ૧૫ વ્યક્તિઓને જ સાથે રહી શકશે
• ગણેશ મંડળો એક જ જગ્યાએ વિર્સજન કરે નહીં
• ગણેશ મંડળો અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ સમયે વિર્સજન કરવાનું રહેશે
• નાગરિકોએ કોરોનાની તમામ સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવું

દાહોદ, તા. ૯ : જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે આગામી ૧૦ સપ્ટેમ્બરથી ૧૦ દિવસ સુધી ચાલનારા શ્રી ગણેશ ઉત્સવ સંદર્ભે રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, આગામી તા. ૧૦ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી ગણેશ સ્થાપન-ઉત્સવ-વિસર્જન દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં ઉજવાશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ જાહેર સ્થળે ૪ ફૂટ સુધીની ઊંચાઇની મૂર્તિ અને ઘરે ર ફૂટની મૂર્તિ સ્થાપી શકાશે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સ્થાપન તેમજ વિર્સજન વખતે એક વાહન સાથે માત્ર ૧૫ વ્યક્તિઓને જ સાથે રહી શકશે. બધા ગણેશ મંડળો એક જ જગ્યાએ વિર્સજન કરે નહી. ગણેશ મંડળો અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ સમયે વિર્સજન કરવાનું રહેશે.

તેમણે ઉમેર્યું કે, કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે ત્યારે સૌ નાગરિકો કોરોનાની તમામ સરકારી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ગણેશ પંડાલ સ્થળે આરતી અને પ્રસાદ વિતરણ થઇ શકશે તેના સિવાય કોઇ પણ પ્રકારનાં ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહી.

રાજ્ય સરકાર દ્વારા ડીજે બાબતે જાહેરનામું પસિદ્ધ કરવામાં આવ્યું છે તે બાબતે જણાવતા તેમણે કહ્યું કે, આ જાહેરનામાને ગણપતિ વિર્સજન સાથે સાંકળવું નહી. ગણેશ સ્થાપન-વિર્સજન માટે માત્ર ૧૫ વ્યક્તિ એક વાહન સાથે જઇ શકશે. રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ જાહેરનામામાં નિર્દેશિત પ્રસંગો વેળાએ ડીજે વગાડવા માટે કે સંગીતના અન્ય વાજિંત્રો વગાડવા માટે એક્ઝિકયુ્ટિવ મેજિસ્ટ્રેટની અલાયદી મંજૂરી લેવાની રહેશે. એ જાહેરનામામાં ગણેશમહોત્સવનો સમાવેશ કરાયો નથી. એથી ગણેશ મહોત્સવમાં સ્થાપના કે વિસર્જન વેળાએ ડીજે વગાડી શકાશે નહીં. એટલે કે ડીજે વગાડવાના કે સંગીતના અન્ય વાજિંત્રો વગાડવા માટે ગણપતિ સ્થાપના કે વિસર્જન સિવાય નાં અન્ય ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં એકઝીક્યુટીવ મેજિસ્ટેટ ની મંજુરી લેવાની રહેશે. જેની નાગરિકો ખાસ નોંધ લે. કોરનાના આ સમયમાં પોલીસને નાગરિકો સહકાર આપે એ અપેક્ષિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: