દાહોદ – ઝાલોદ રોડ પર પાવડી ગામે પીપળાનું વૃક્ષ ધરાશાયી : થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ રોડ ખાતે પાવડી ગામેથી પસાર થતાં રસ્તાની સાઈડમાં આવેલ એક ઘટાદાર પીપળાનું વૃક્ષ ધરાશાહી થઈ જતાં આ વૃક્ષ રસ્તાની વચ્ચો વચ્ચ પડી ગયું ગતું જેને પગલે થોડા સમય માટે અવર જવરમાં અવરોધ ઉભો થયો હતો. આ અંગેની જાણ સ્થાનીક વહીવટી તંત્રને થતાં તાત્કાલિક સ્થળ પર દોડી જઈ કર્મચારીઓને મદદથી વૃક્ષને રસ્તાની સાઈડમાં કરી દેવાતાં રસ્તો પુનઃ શરૂં થયો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈ રાહદારી કે, વાહન ચાલકને ઈજા થઈ ન હતી.
દાહોદ શહેર સહિત જિલ્લામાં હાલ મેઘરાજા મહેરબાન થયાં છે ત્યારે દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાહી થવાના બનાવો પણ સામે આવ્યાં છે પરંતુ સદ્નસીબે હાલ સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર મળ્યાં નથી પરંતુ ગતરોજ વહેલી સવારના સમયે ઝાલોદ તાલુકામાંથી પસાર થતા પાવડી ગામ તરફના રસ્તાની બાજુમાં આવેલ એક પીપળાનું વૃક્ષ અકસ્માતે ધરાશાહી થઈ જતાં વૃક્ષ રસ્તાની વચ્ચો વચ્ચ પડી ગયું હતું જેને પગલે અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીને અવર જવરમાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો પરંતુ સ્થાનીક તંત્રને આ અંગેની જાણ થતાં તાત્કાલિક વૃક્ષને રસ્તાની વચ્ચેથી હટાવી દેવામાં આવ્યું હતું અને પુનઃ રસ્તા પર અવર જવર શરૂં થઈ હતી.