દાહોદ એલ.સી.બી. પોલીસે ચોરીની મોટરસાઈકલ સાથે એકને ઝડપી પાડ્યો : કુલ ૦૫ મોટરસાઈકલ કબજે કરાઈ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૫

દાહોદ એલ.સી.બી. પોલીસે નેત્રમના માધ્યમથી વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ ફરારી આરોપીને ચોરીની મોટરસાઈકલ સાથે ઝડપી પાડી તેની પાસેથી કુલ ૦૫ ચોરીની મોટરસાઈકલ કિંમત રૂા.૧,૩૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

દાહોદ એલ.સી.બી. પોલીસ ગતરોજ પોતાની ટીમ સાથે પેટ્રોલીંગમાં નીકળ્યાં હતાં. આ દરમ્યાન અગાઉ દાહોદ નેત્રમ (કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર) ના સીસીટીવી ફુટેજમાં ઓળખ થયેલ ઈસમ મોટરસાઈકલ સાથે ઉભો હોવાની પોલીસને ઓળખ થતાં પોલીસે મોટરસાઈકલ ચાલકને મોટરસાઈકલ સાથે ઝડપી પાડ્યો હતો અને તેનું નામ પુછતાં તેણે પોતાનું નામ અરવિંદ જયંતિલાલ વ્યાસ (રહે. લુણાવાડા, સુથારવાસ, તા.ખેરાલું, જિ.મહેસાણા) જણાવ્યું હતું. આ બાદ પોલીસે તેની સઘન પુરછપરછ અને મોટરસાઈકલના ગાડીના કાગળ માંગતો ઉપરોક્ત ઈસમ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને પોલીસ મથકે લાવી પોલીસે કડક પુછપરછ દરમ્યાન આ મોટરસાઈકલ ચોરીની હોવાનું કબુલ્યું હતું અને પોતે દાહોદ, ગોધરા, મહેસાણા, અમદાવાદ, પાલનપુર, સુરત અને વડોદરા શહેરમાંથી કુલ ૨૫ થી ૩૦ મોટરસાઈકલોની ચોરી કરી હતી અને જે ગુન્હા સબબ તે પકડાઈ પણ ચુક્યો હતો અને ગોધરા કોર્ટે તારીખ ૨૦.૦૭.૨૦૨૧ના રોજ વાહન ચોરીના જુદા જુદા કેસોમાં ૧૦ વર્ષની સજા ફટકારી હતી અને આ આરોપીને સજા થતાં તેને વડોદરા સેન્ટ્ર જેલમાં સજા કાપવા માટે મોકલી આપ્યો હતો. આ કેસોમાં અમદાવાદ હાઈકોર્ટથી તારીખ ૨૧.૦૬.૨૦૨૧ થી તારીખ ૦૬.૦૮.૨૦૨૧ સુધી દિન ૪૫ની પેરોલ રજા મેળવી હતી. તારીખ ૦૬.૦૮.૨૦૨૧ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર નહીં થઈ આ આરોપી ફરાર હતો. ઉપરોક્ત ઝડપાયેલ આરોપી પાસેથી દાહોદ એલ.સી.બી. પોલીસે ચોરીની કુલ પાંચ મોટરસાઈકલ કિંમત રૂા.૧,૩૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો જેમાં દાહોદ શહેર, ગરબાડા, વડોદરા, દાહોદ રૂરલ, અમદાવાદની મોરસાઈકલનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: