દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં સસ્તા ભાવે સિમેન્ટ આપવાની લાલચ આપી રૂા.૧,૭૯ લાખની છેતરપીંડી કરવામાં આવી

દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં એક ઈસમે એક વ્યક્તિને સિમેન્ટની થેલીઓ સસ્તા ભાવે આપવાની લાલચ આપી રૂા. ૧,૭૯,૬૦૦ની છેતરપીંડી, વિશ્વાસઘાત કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

મુળ ગરબાડાના બોરીયાલા દિવાનીયાવાડ ફળિયામાં રહેતો અને હાલ દાહોદ શહેરની આદિવાસી સોસાયટી ખાતે રહેતો ઓમપ્રકાશભાઈ ચંદુભાઈ રાઠોડે ગરબાડા તાલુકાના ભીલવા ગામે તળાવ ફળિયામાં રહેતાં કિરણકુમાર અમરસીંગભાઈ કટારાને ગત તા.૨૨.૦૫.૨૦૨૧ના રોજ સિમેન્ટની થેલીઓ સસ્તા ભાવે આપવાની લાલચ આપી ઓમપ્રકાશભાઈએ કિરણભાઈ પાસેથી રૂા.૧,૭૯,૬૦૦ લઈ લીધાં હતાં અને સિમેન્ટની થેલીઓ નહીં આપી અને પૈસા પણ પરત નહીં આપી રૂા.૧,૭૯,૬૦૦ની છેતરપીંડી, વિશ્વાસઘાત કરતાં આ સંબંધે કિરણકુમાર અમરસીંગભાઈ કટારાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: