ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરનો વિજય સરઘસ નીકળ્યો
દાહોદ તા.૦૨
આજરોજ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરનો વિજય સરઘસ નીકળ્યો હતો. લીમડી નગરના વિવિધ વિસ્તારોમાં આ વિજય સરઘસ ફર્યાે હતો અને જનમેદનીને સંબોધીત કરી સાંસદ જસવંતસિંહ ભાભોરનો કાફલો ઝાલોદ જવા રવાના થયો હતો.
૨૦૧૯ લોકસભા ચુંટણીના વિજેતા ઉમેદવાર અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા આજરોજ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં વિજય સરઘસ નીકાળવામાં આવ્યો હતો. આ વિજય સરઘસમાં મોટી સંખ્યામાં કાર્યકરો,નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોનુ અભિવાદન કરતા કરતાં આ કાફલો નગરના વિવિધ માર્ગાે ઉપર ફર્યા હતા. જાણવા મળ્યા અનુસાર, આ વિજય સરઘસમાં મોટી દુર્ઘટના બનતી અટકી હતી. આ સરઘસમાં એક માર્ગ ઉપર વીજ વાયર તુટ્યો હતો જેને પગલે થોડા સમય માટે લોકોમાં અફરા તફરીનો માહોલ પણ જાવા મળ્યો હતો પરંતુ સદ્નસીબેન કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો લીધો હતો અને તાત્કાલિક એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને તેડુ દેતા કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તુટેલ વીજ વાયરનું રીપેરીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આજના વિજય સરઘસ બાદ સાંસદ જસવંતસિંહનો કાફલો ઝાલોદ જવા રવાના થયો હતો.