દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાને વિધાનસભા દંડક તરીકે નિમણૂંક કરાતાં કાર્યકર્તાઓમાં ખુશીની લહેર
રિપોર્ટર : ગગન સોની
સુખસર તા.૨૧
૧૨૯ ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાને વિધાનસભાના દંડક તરીકે નિમણૂંક કરાતા ફતેપુરા સહિત સંજેલી તાલુકામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ૧૨૯ ફતેપુરા વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા છેલ્લા બે ટર્મથી ભાજપ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે તેમજ પ્રજાકીય કામગીરીમાં પણ નાના – મોટાનો ભેદ બાજુ ઉપર રાખી કામગીરી કરતાં હોય વિસ્તારમાં તેમની સારી છાપ છે જેની નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ લેવાતી હોય છે ત્યારે આજરોજ ધારાસભ્ય રમેશભાઈ કટારાને વિધાનસભાના દંડક તરીકેનું પદ અપાતાં ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં ખુશીની લહેર ફરી વળી છે અને ફતેપુરા, બલૈયા, આફવા, સુખસર વિગેરે જગ્યાઓ ઉપર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું જાેવા અને જાણવા મળે છે તેમજ ધારાસભ્ય રમેશભાઈ કટારા રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવા અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે.

