દાહોદમાં આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમાડતા એક ઈસમ બે મોબાઇલ સહિત 5500 ના મુદ્દામાલ સાથે પકડાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.24
શાહજા માં રમાતી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડી રહેલા દાહોદ કસ્બા ના એક ઈસમને દાહોદ કસ્બા પટડી ચોકની બાજુમાં આવેલ રાહત મેડિકલ સ્ટોર આગળ ઓટલા ઉપર થી બે મોબાઇલ ફોન આંકડા લખેલ કાગળ તથા બોલપેન મળી રૂપિયા 5500 ના મુદ્દામાલ સાથે રાત્રિના સમયે દાહોદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર શાહજહાં હાલ આઈપીએલ ક્રિકેટ મેચ ચાલતી હોય રાતે બે મેચ નું જીવંત પ્રસારણ આવતું હોય તે મેચ પર દાહોદ કસ્બા પટડી ચોક મા જુગાર રમાતો હોવાની ટાઉન પોલીસને મળેલ બાતમીના આધારે પરમ દિવસ તારીખ 22 9 2021 ના રોજ રાતના સાડા અગિયાર વાગ્યાના સુમારે ટાઉન પોલીસની ટીમે દાહોદ કસ્બા પટડી ચોકમાં ઓચિંતો છાપો મારી પટડી ચોકની બાજુમાં આવેલ રાહત મેડિકલ સ્ટોર ના આગળ સેકસી વીડિયો ઓટલા ઉપર હાલમાં ચાલતી સનરાઈઝ હૈદરાબાદ તથા દિલ્લી કેપિટલ વચ્ચે રમાતી 20 ઓવરની મેચ નું ક્રિકેટનો લાઈવ ક્રીકેટ માજા ઇલેવન એપ્લિકેશનમાં લાઇવ ક્રિકેટનો પ્રસારણ ચાલતું હોય જે મેચ ઉપર બીજા એક મોબાઇલ ફોન દ્વારા રન ફેર નો મેચના હારજીતના અલગ-અલગ દાવ લગાડી પૈસાની હાર-જીતની જુગાર રમાડી રહેલા દાહોદ કસ્બા હુસેની ચોક પાસે રહેતા અકીલ અબ્દુલ રહીમ કુરેશીને જુગાર રમાડતા રંગેહાથ પકડી પાડી તેની પાસેથી ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડવા ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 5500 ની કિંમતના બે મોબાઇલ ફોન આંકડા લખેલ કાગળ તથા બોલપેન મળી રૂપિયા ૫,૫૦૦નો મુદ્દા માલ ઝડપી પાડી કબજે લઇ પોલીસે આ સંદર્ભે જુગાર નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.