ધાડ લૂંટના ગુનાના છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશના ત્રણ આરોપીઓને લીંમડી પોલીસે પકડી પાડયા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ, તા. 24
લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા લીમડી પોલીસને ભરૂચ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ લૂંટના ગુના છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશના ત્રણ ખૂંખાર આરોપીઓને લીમડી હાટ બજાર માંથી ઝડપી પાડી e guj કોટ પોકેટ કોપ માં સદર ઇસમોના નામ સર્ચ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ તાલુકા પોલીસને આ અંગેની જાણ કર્યા નું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર લીમડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એલ ડામોર પોતાના ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અને સુચના હેઠળ પોતાના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સહિત ની ટીમ સાથે લઈ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભરૂચ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૭ના ધાડલૂંટના ગુનામાં નાસતા ફરતા મધ્યપ્રદેશના 3 ખુખાર આરોપીઓ લીમડી હાટ બજારમાં આવ્યા હોવાની પોતાને બાતમી મળતા જ લીમડી પોલીસની ટીમ બાતમી માં દર્શાવેલ જગ્યાએ હાટ બજાર મા દોડી ગઇ હતી અને હાટ બજારમાંથી ધાડ લૂંટના ત્રણે આરોપીઓ મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લા ના મેઘનગર તાલુકાના બાંડી સેરા ગામના 36 વર્ષીય મલ સીંગ ભાઈ વીરસીંગભાઇ મેળા મેડા સાત શેરો ગામ ના 38 વર્ષીય દિનુભાઇ શેતાન ભાઈ મેડા તથા બાંડી શેરો ગામના 37 વર્ષીય બઢીયા ભાઈ કાળા ભાઈ નિનામાં ને ઝડપી પાડી ઈગુજકોપ પોકેટ cop માં સદર ઇસમોના નામ સર્ચ કરી સી.આર.પી.સી ૪૧(1-i) મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ અંગેની જાણ ભરૂચ તાલુકા પોલીસને કરી હતી.

