લીમખેડા તાલુકાના કંબોઈ ગામે એક કરિયાણાની દુકાનમા તસ્કરોએ હાથફેરો કરી રૂપિયા ૭૦ હજાર ના માલસામાનની ચોરી કરી તસ્કરો ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામે એક કરિયાણાની દુકાનમા તસ્કરોએ હાથફેરો કરી દુકાનમાંથી તેલ, ગુટખા સહિતના માલસમાનની અંદાજે કુલ રૂપિયા ૭૦ હજાર ના માલસામાનની ચોરી કરી તસ્કરો ફરાર થયાનું જાણવા મળેલ છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર ગત રોજ મધ્યરાત્રીના સમયે કંબોઈ ગામે આવેલ એક કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનની પાછળ બાકોરું પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનમાં મુકી રાખેલ તેલ, ગુટખા સહિતનો માલસામાન તસ્કરો ચોરી કરી લઈ નાસી ગયા હતા. જાણવા મળ્યા પ્રમાણે પાંચ હજાર રોકડા મળી અંદાજે ૭૦ હજારના માલસામાનની ચોરી થઈ હોવાની જાણવા મળી રહી છે. પોલીસ સહાયતા કેન્દ્રથી માત્ર ૧૦૦ મીટરના અંતરે આ ચોરીની ઘટના બનતા સ્થાનિકોમા પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. ત્યારે આ અંગે પોલીસે તજવીજ હાથધરી છે.

