દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામેથી એક ૧૮ વર્ષીય યુવતીનું અપહરણ કરી લઈ બળાત્કાર ગુજારતો યુવક
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના માંડવ ગામે એક ઈસમે દેવગઢ બારીયા તાલુકામાં રહેતી એક 18 વર્ષ યુવતીને બળજબરીપૂર્વક મોટરસાયકલ પર બેસાડી અપહરણ કરી લઈ જઈ જંગલ વિસ્તારમાં આવેલ પોતાના જૂના ઘરે ગોંધી રાખી યુવતી ઉપર તેણીની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજરાતના આ મામલે પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
દેવગઢ બારિયા તાલુકાના માંડવ ગામે વેડ ફળિયામાં રહેતો વિજયભાઈ નરપતભાઈ રાઠવાએ તારીખ 15 મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીયા તાલુકામાં રહેતી એક 18 વર્ષીય યુવતીને પોતાની મોટરસાયકલ પર બળજબરીપૂર્વક બેસાડી મોઢે ઓઢણીનો ડૂચો મારી દીધો હતો અને બળજબરીપૂર્વક પોતાની મોટરસાયકલ પર બેસાડી નજીકના જંગલ વિસ્તાર માં લઈ ગયો હતો અને તે જ વિસ્તારમાં આવેલ પોતાના જૂના ઘરે યુવતીને ગોંધી રાખી અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને ધાક ધમકી આપી કહેલ કે, તારે હવે મારી પત્ની તરીકે રહેવાનું છે જો તું નહીં રહે તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
ઉપરોક્ત ઘટના બાદ યુવતી જેમ તેમ કરીને ઉપરોક્ત યુવકના પાસેથી છૂટી પોતાના પરિવારજનો પાસે આવી હતી અને ઉપરોક્ત ઘટના સંદર્ભે પોતાના પરિવારજનોને જાણ કરતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને ગતરોજ યુવતીને લઈ પરિવારજનો સાગટાળા પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ વિજયભાઈ નરપતભાઈ રાઠવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.