કતલખાને ટેમ્પામાં લઈ જવાતી ૧૦ જેટલી ગાયોને પોલિસે તેમજ ગૌરક્ષકોની ટીમ દ્વારા બચાવવા મા આવી
દાહોદ તા.૦૪
દાહોદ શહેરના ઘાંચીવાડ ખાતે સ્મશાન રોડ પર આજરોજ કતલખાને ટેમ્પામાં લઈ જવાતી ૧૦ જેટલી ગાયોને પોલિસે તેમજ ગૌરક્ષકોની ટીમ દ્વારા પકડી પાડવામાં આવી હતી. આ ઘટનામાં પોલિસને જાઈ ટેમ્પાના ચાલક સહિત ત્રણ જેટલા ઈસમો નાસી ગયા હોવાનું જાણવા મળે છે.
આજરોજ બપોરના સમયે દાહોદ શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર પોલિસ તેમજ ગૌરક્ષકોની ટીમને મળેલ બાતમીના આધારે એક ટેમ્પામાં ક્રુરતા પુર્વક તેમજ પાણી,ઘાસચારાની સુવિધા પુરી ન પાડી મુશ્કેરાટ રીતે બાંધી ૧૦ જેટલી ગાયોને એક ટેમ્પા કતલખાને લઈ જવાતા હતા અને માહિતી અનુસાર આ ટેમ્પો મધ્યપ્રદેશ તરફથી આવતો હતો. ટેમ્પો નજીક આવતાની સાથે જ પોલિસને જાઈ ટેમ્પામાં સવાર ચાલક સહિત ત્રણ જેટલા ઈસમો ટેમ્પો સ્થળ પર જ મુકી નાસી જતા પોલિસ ટેમ્પામાંથી ૧૦ જેટલી ગાયો કબજે લીધી હતી અને નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી હતી. પોલિસે ટેમ્પાના ચાલક સહિત ત્રણ જેટલા ઈસમોની શોધખોળ હાથ ધરી છે અને ગુનો નોંધી તપાસની કાર્યવાહી પણ હાથ ધરી.