દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી પીપલોદ પોલીસે રૂા.૧૧.૩૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રેક્ટર કબજે કર્યું : બે જણાની અટકાયત

રિપોર્ટર ગગન : સોની

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પીપલોદ પોલીસે એક ટ્રેક્ટરમાંથી વિદેશી દારૂનો કુલ રૂા.૧૧,૩૮,૨૨૦ના પ્રોહી જથ્થા સાથે ૫ લાકની કિંમતનું ફેબ્રીકેશન બનાવટથી નકલી બનાવેલ થ્રેસર, બે મોબાઈલ ફોન મળી કુલ રૂા.૧૬,૪૧,૨૨૦ના મુદ્દામાલ સાથે બે જણાની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત તા.૨૮મી સપ્ટેમ્બરના રોજ પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકામાં આવેલ ભથવાડા ટોલનાકા પાસેથી નાકાબંધી કરી ઉભા હતાં. આ દરમ્યાન બાતમીમાં દર્શાવેલ એક ટ્રેક્ટર ત્યાંથી પસાર થતાં પોલીસે ટ્રેક્ટરને ચારેય તરફથી ઘેરી લીધું હતું અને ટ્રેક્ટરના ચાલક સહિત બે જણાની અટકાયત કરી હતી જેમાં અજયભાઈ બલરાજ મલીક અને સુનીલકુમાર ઉર્ફે સોનુ રાજસિંહ હરીજન (બંન્ને રહે. ર્મિજાપુર, તા.હોબાના, જિ.સોનીપત, હરીયાણા) ની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ટ્રેક્ટરની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. ૨૭૭૦ જેની કુલ કિંમત રૂા.૧૧,૩૮,૨૨૦, ફેબ્રીકેશનથી નકલી બનાવેલ થ્રેસર કિંમત રૂા.૫ લાખ, બે મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૧૬,૪૧,૨૨૦નો મુદ્દામાલ પીપલોદ પોલીસે કબજે લઈ ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!