દાહોદ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં આવેલ બસ સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળતું હતું ત્યારે ગંદકી સંદર્ભે લોકોમાં બુમો ઉઠતાં સફળે જાગેર દાહોદ બસ સ્ટેશનના સત્તાધિશો દ્વારા આજરોજ બસ સ્ટેશનની સાફ સફાઈ કરવાનું કામકાજ આરંભ કર્યું હતું. આખા બસ સ્ટેશનમાં જેસીબીની મદદથી તેમજ સફાઈ કર્મચારીઓની મદદથી સાફ સફાઈ કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લાનું મુખ્ય વડા મથક દાહોદ શહેરમાં આવેલ બસ સ્ટેશન ખાતે દાહોદ જિલ્લાના મુસાફરોની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યોના મુસાફરોની પણ ભારે અવર જવર જાેવા મળતી હોય છે. દાહોદ જિલ્લો આમેય મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો છે ત્યારે આ બંન્ને રાજ્યોના મુસાફરોની પણ બસ મારફતે અવર જવર જાેવા મળતી હોય છે પરંતુ છેલ્લા કેટલાંક મહિનાઓથી મુખ્ય મથક દાહોદ શહેરના આ બસ સ્ટેશનમાં અસહ્ય ગંદકી, ગટરના ગંદા પાણી, જ્યાં જુઓ ત્યાં ગંદકીએ માઝા મુકી હતી. આ મામલે અવર જવર કરતાં મુસાફરોમાં પણ ભારે નારાજગી સાથે આક્રોશ જાેવા મળતો હતો ત્યારે બીજી તરફ દાહોદ શહેર સહિત જિલ્લામાં ડેન્ગ્યું, મલેરીયા જેવા રોગોએ પણ માથુ ઉચકતાં દાહોદની સરકારી હોસ્પિટલોથી લઈ ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓની ભરમારથી હાઉસફુલ થઈ ગયાં છે ત્યારે આવા સમયે દાહોદના આ બસ સ્ટેશન ખાતે અસહ્ય ગંદકીને પગલે રોગચાળો ફેલાવવાની પણ ભીતી સર્જાઈ હતી અને આ બસ સ્ટેશનની ગંદકી દુર થાય તે માટે મુસાફરોમાં પણ માંગ ઉઠવા પામી હતી ત્યારે આજરોજ દાહોદ બસ સ્ટેસનના સત્તાધિશોએ સમગ્ર બસ સ્ટેશનની સાફ સફાઈ આરંભ કરી હતી. જેસીબી મશીન અને સફાઈ કર્મચારીઓની મદદથી દાહોદના બસ સ્ટેશનમાં સાફ સફાઈ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: