દાહોદ તાલુકા તલાટી મંડળ દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નો મામલે ધરણા પ્રદર્શન યોજ્યાં
દાહોદ તા.૦૧
દાહોદ તાલુકા તલાટી કમ મંત્રી મડળ દ્વારા પોતાની વિવિધ પડતક માંગણીઓ સંદર્ભે આજરોજ માસ સી.એલ. ધરણા પ્રદર્શન દાહોદ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજ્યું હતું. આ ધરણા પ્રદર્શનમાં દાહોદ તાલુકામાં સમાવિષ્ટ તલાટી કમ મંત્રીઓ મોટી સંખ્યામાં જાેડાયાં હતાં.
દાહોદ તાલુકા તલાટી કમ કમ મંત્રી મંડળની વિવિધ પડતર માંગણીઓમાં ૨૦૦૪ થી ૨૦૦૬ના વર્ષમાં નિમણુંક પામેલા તલાટી કમ મંત્રીના ફિક્સ પગારના સમયગાળાને પ્રાથમીક શિક્ષકની માફક સેવા સળંગ ગણી બઢતી પ્રવર્તતા ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવા, તારીખ ૦૧.૦૧.૨૦૧૬ બાદ મળવાપાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તો બાબતે યોગ્ય નિર્ણય લઈ મંજુર કરવામાં આવે, તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી આંકડા - વિસ્તરણ અધિકારીમાં સહકારમાં પણ પ્રમોશન આપવા, રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવા મહેસુલ વિભાગના ૨૦૧૭માં થયેલ પરિપત્રનો અમલ કરવા અને રેવન્યુ તલાટીન માફક તલાટી કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર ગ્રેડ પે ૪૪૦૦ આપવા, ૨૦૦૬માં નિમણુંક પામેલ તલાટી કમ મંત્રીને ૧૮.૦૧.૨૦૧૭ના થયેલ પરિપત્ર મુજબના લાભો આપી પ્રથમ ઉચ્ચતર ધોરણ મંજુર કરવામાં આવે, ઈ - ટાસ કે અન્ય ઉપરકરણથી તલાટી કમ મંત્રીની હાજરી પુરવાના નિર્ણયો રદ કરવામાં આવે, તલાટી ઉપરી થતાં હુમલા રોકવા કાયદાકીય રક્ષણ આપવામાં આવે, એક ગામ એક તલાટીની નીમણુંક કરવામાં આવે, વિગેરે અનેક વિવિધ માંગણીઓ સાથે આજરોજ દાહોદ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા દાહોદ તાલુકા પંચાયત કચેરી ખાતે એક દિવસ માટે માસ સી.એલ. ઉપર ઉતરી ધરણા પ્રદર્શન યોજ્યું હતું.