દાહોદ શહેરમાં જાહેર જનતાને પડતી વિવિધ મુશ્કેલીઓ સંદર્ભે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
દાહોદ શહેરમાં વિવિધ સમસ્યાઓ જેવી કે, પીવાનું પાણી, ગંદકી, ખખડધજ રસ્તાઓ, રોગચાળા જેવી વિવિધ સમસ્યાઓને લઈ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દાહોદની જનતાને પડતી મુશ્કેલીઓને નિવારવા રજુઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, આખા દાહોદ શહેરમાં ઠેર ઠેર ખાડાઓ થઈ ગયેલ છે અને જેના કારણે વરસાદનું પાણી ભરાઈ રહેવાથી મોટરસાઈકલ ચાલકોને અકસ્માતોનો ભય વધી જવા પામે છે અને એ પાણીમાં મચ્છરો થવાથી શહેરમાં મચ્છરોનો ત્રાસ પણ વધેલ છે. શહેરના કોઈ રસ્તા એવા ન હોઈ કે, જ્યાં કોઈને કોઈ એજન્સી દ્વારા ખોદકામ ન થયું હોય અને વરસાદને કારણે રસ્તાઓ તુટી જવાથી પણ ખાડાઓ પડી ગયેલ છે જે ખુબ ગંભીર બાબત છે. દાહોદ શહેરમાં ટ્રાફિક મામલે કોઈ ચોક્કસ આયોજન કરવામાં આવેલ નથી જેના કારણે દાહોદ શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા પણ ખુબ મોટા પ્રમાણમાં ઉભી થવા પામેલ છે જેના કારણે દાહોદ શહેરની પ્રજા ખુબ હાલાકી બેઠી રહી છે જ્યાં જાઓ ત્યાં રસ્તાઓ ખોદકામના કારણે બંધ કરી દેવામાં આવ્યાં છે. ઈમરજન્સી સંજાેગોમાં કોઈ દર્દીને હોસ્પિટલ લઈ જવા હોય તો પણ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરની સફાઈ અને ગટરની કોઈ ચોક્કસ આયોજન ન હોવાથી ગંદકીનું પણ સામ્રાજ્ય પણ સર્જાવા પામ્યું છે અને જેના કારણે ઉત્પન્ન થતાં મચ્છરોથી હાલમાં ડેન્ગ્યું, ચીકનગુનીયા, મલેરીયા અને વાઈરલ ઈન્ફેકશનના મોટા પ્રમાણમાં કેસો હોસ્પિટલમાં જાેવા મળી રહ્યાં છે જે શહેરની જનતાના આરોગ્ય સામે મોટો પ્રશ્ન છે. આ અંગે શહેરમાં નગરપાલિકા દ્વારા ફોગીંગ પણ કરવામાં આવે છે પરંતુ એ ફોગીંગમાં વપરાતો કેમીકલ ઓછુ અથવા ગુણવત્તા યુક્ત ન હોવાથી મચ્છરો મરતા નથી કે, ઓછા પણ થતાં નથી. શહેરના માર્ગાે અને ગલીઓમાં છુટા ફરતાં પશુઓનો ત્રાસ પણ ખુબ વધી જવા પામ્યો છે. આ સમગ્ર મામલે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સત્વરે નિરાણકર લાવવા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

