દાહોદ ઈન્ડિયન રેડક્રોસ ભવન ખાતે સ્તન તથા ગર્ભાશય કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.3
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ અને શેઠ શ્રી ઇન્દુભાઇ ગીરધરલાલ ચેરીટેબલ ટ્રસ્ટ,દાહોદના સંયુક્ત ઉપક્રમે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ, અમદાવાદ દ્વારા આયોજિત સ્તન તથા ગર્ભાશય કેન્સર નિદાન કેમ્પનું આજરોજ તારીખ 3 ઓક્ટોબર 2021ને રવિવારના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ખાતે સવારના 09.30 થી 02.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ આ કેમ્પમાં દાહોદ શહેર સહિત આસપાસની મોટી સંખ્યામાં મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.