દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ
રિપોર્ટર : ગગન સોની
સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
કાર બે થી ત્રણ પલટી ખાઈ રોંગ સાઈડ રસ્તા નજીક ખાડામાં પલ્ટી
દાહોદ તરફ આવતા કતવારા ગામ નજીક હાઇવે પર બની ઘટના
અકસ્માતા ડોક્ટર રાહુલ લબાનાનું મોત નિપજ્યુ
દાહોદ તા.03
દાહોદ જિલ્લાના કતવારા ગામ નજીક મોડી રાત્રે કાર ચલાવતા તબીબે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી રોંગ સાઈડ પર ગયા બાદ રોડની સાઇડના ખાડામાં ખાબકતા કાર ચલાવતા તબીબને ગંભીર ઇજાઓ થતાં ડોક્ટર રાહુલ લબાનાનુ મોત નીપજતા દાહોદના તબીબી આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત મોડી રાત્રે ડોક્ટર રાહુલ લબાના પોતાની કાર લઇને દાહોદ તરફ આવતા હતા તે દરમ્યાન વરસાદના કારણે રોડ પર પડેલા ખાડા માં પાણી ભરેલું હોવાથી કારચાલક ડોક્ટર રાહુલ લબાના એ કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોંગ સાઈડ તરફ પલટી મારીને જતી રહી હતી અને રોડની સાઇડના ખાડામાં ખાબકી હતી આકસ્માત માં ડોક્ટર રાહુલ લબાના ને ગંભીર ઇજાઓ થતાં તેઓનો મોત નીપજ્યું હતું હાલ તો અકસ્માત મામલે પોલીસે અકસ્માતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

