રેપો રેટ ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫% પર યથાવત્ : કોઇ જ રાહત નહિઃ RBIએ વ્યાજદરો યથાવત્ રાખ્યા : નાણાકીય વર્ષ ૨૨ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૯.૫% પર રહેશે, નાણાકીય વર્ષ-૨૨ માં રિટેલ ફુગાવો ૫.૩% રહેવાની ધારણા
(એ.આર.એલ)ન્યુ દિલ્હી,તા.૮
રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની ૩ દિવસીય બેઠક આજે એટલે કે ૮ ઓક્ટોબરે સમાપ્ત થઈ છે. ઇમ્ૈંએ રેપો રેટ ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫% યથાવત્ રાખ્યો છે. આ સતત ૯મી વખત છે, જ્યારે દરો યથાવત્ રાખવામાં આવ્યા છે. અગાઉ મે ૨૦૨૦માં રેપો રેટ ઘટાડવામાં આવ્યો હતો. ઇમ્ૈં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા વ્યાજદરોના ર્નિણયોની જાહેરાત કરી હતી.
રેપો રેટનો આ સ્તર એપ્રિલ ૨૦૦૧ બાદથી સૌથી નીચો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે તમામ સ્ઁજી સભ્યો વ્યાજદર યથાવત્ રાખવાની તરફેણમાં છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે, અર્થતંત્રમાં રિકવરી સ્પષ્ટ સંકેતો દેખાઇ રહ્યા છે.
રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં નાણાકીય નીતિ સમિતિ દ્વારા પોલિસી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સતત આઠમી વખત વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી. રેપો રેટ ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫% પર સ્થિર છે. આ ર્નિણયથી હજુ વધુ સસ્તી હોમ લોનની આશાઓ પડી ભાંગી પડી છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે અનાજનું રેકોર્ડ ઉત્પાદન પરિણામે, આગામી મહિનાઓમાં ખાદ્ય ફુગાવો ઓછો રહેવાની ધારણા છે.
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વૃદ્ધિ માટે ટકાઉ ધોરણે પુનરુત્થાન માટે પોતાનું નરમ વલણ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ ની શરૂઆત બાદથી કેન્દ્રીય બેંકે ૧૦૦ થી વધુ પગલાં લીધા છે. ફુગાવો અપેક્ષા કરતા વધુ અનુકૂળ છે અને આર્થિક પ્રવૃત્તિ ધીમે ધીમે ગતિ પકડી રહી છે. દાસે વધુમાં કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકે ૨૦૨૧-૨૨ માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ૯.૫ ટકા જાળવી રાખ્યો છે.
શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ ૨૦૨૨ માં રિટેલ ફુગાવો ૫.૩ ટકા રહેવાનો અંદાજ છે. આ સિવાય નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિટેલ ફુગાવો ૫.૨ ટકા રહેવાનો અંદાજ છે.
આ સિવાય શક્તિકાંત દાસે જાહેરાત કરી કે ૈંસ્ઁજી ટ્રાન્ઝેક્શનની મર્યાદા ૨ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવામાં આવી રહી છે.