દાહોદ તાલુકાના છાપરી ગામે યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦

દાહોદ તાલુકાના છાપરી ગામે એક પરણિત આશાસ્પદ યુવકે અગમ્યકારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યાં અનુસાર, યુવકે પોતાની પત્નિના ત્રાસથી આપઘાત કર્યાેં હોવાની મૃતકની માતાએ આક્ષેપો કર્યાં છે ત્યારે સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

દાહોદ તાલુકાના છાપરી ગામે રહેતો અને રેલ્વેમાં નોકરી કરતાં યુવકે આજરોજ સવારે પોતાના ઘરમાં એકલો હતો તે સમયે ઘરમાંજ દોરડા જેવી વસ્તુ પંખા પર લટકાવી ગળે બાંધી ફાંસો ખઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ મૃતકના પરિવારજનોને થતાં પરિવારજનોમાં આક્રંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી અને મૃતક યુવકને પંખા પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યાં છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક યુવકે પોતાની પત્નીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાેં હોવાની મૃતક યુવકની માતા દ્વારા આક્ષેપો પણ કર્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે પ્રથમ તબક્કે સી.આર.પી.સી. કલમ મુજબનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ઘટનાને પગલે ઘટના સ્થળ પર આસપાસના વિસ્તારનો લોકોના ટોળેટોળે ઉમટી પડ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: