તહેવારોમાં આતંકવાદીઓના નિશાને દિલ્હી, હાઇઅલર્ટ જારી કરવામાં અવ્યું : લૉકલ અપરાધી, ગેંગસ્ટર આવા હુમલાઓ માટે આતંકીઓની મદદ કરી શકે છે : દિલ્હી પોલીસ કમિશ્નર

નવી દિલ્હી,તા.૧૦
દેશની રાજધાની દિલ્હીમાં સુરક્ષાને લઈને હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. તહેવારોને જાેતાં દિલ્હીમાં આતંકવાદી હુમલો થવાની આશંકા છે જેન લઈને ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળેલા ઈનપુટ બાદ દિલ્હી પોલીસને હાઇ અલર્ટ પર મૂકવામાં આવી છે. પોલીસે માર્કેટ, હોસ્ટેલ ગેસ્ટ હાઉસ પર નજર રાખવાની શરૂઆત કરી છે અને ભાડા પર રહેવા આવી રહેલા લોકોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.
આ સિવાય પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કડક કરી દેવામાં આવી છે. નવરાત્રીથી જ દેશભરમાં તહેવારો શરૂ થાય છે થોડા દિવાસ બાદ દિવાળી આવશે. તહેવારોમાં મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જાેવા મળી રહી છે એવામાં સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત કરવામાં દિલ્હી પોલીસ જાેતરાઈ ગઈ છે.
હાઇ અલર્ટને લઈને દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ એક હાઇ લેવલ બેઠક પણ કરી હતી જેમા આતંકવાદ સામેનાં પગલાઓ ચર્ચા કરવામાં આવી. આ સિવાય સ્થાનિકોની મદદથી કઈ રીતે ખતરાને ટાળી શકાય તેના પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અસ્થાનાએ કહ્યું કે આવા આતંકવાદી હુમલા સ્થાનિકોની મદદ વગર શક્ય નથી. લૉકલ અપરાધી, ગેંગસ્ટર આવા હુમલાઓ માટે મદદ કરી શકે છે.
આ સિવાય વિવિધ સાયબર કેફે, ગેરેજ, પાર્કિંગ માટેની જગ્યાઓ પર નજર રાખવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. આટલું જ નહીં વૉચમેન જેવા લોકો સાથે મળીને કઈ રીતે સુરક્ષાની વ્યવસ્થા કરી શકાય તે માટે પણ અસ્થાનાએ સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!