દેવગઢ બારીઆ તાલુકાના મોતીપુરા ગામે કતલ કરવાને ઈરાદે ક્રુરતાપુર્વક બાંધી રાખેલ ૦૮ ગૌવંશને પોલીસે મુક્ત કરાવ્યાં : એકની અટકાયત : એક ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના મોતીપુરા ગામે એક મકાનના ઢાળીયાની અંદર આઠ જેટલા ગૌવંશને ક્રુરતા પુર્વક કતલ કરવાને ઈરાદે બાંધી રાખ્યાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો છાપો મારતાં બે પૈકી એકને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે એક પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે રૂા.૩૨,૦૦૦ની કિંમતના ગૌવંશનો કબજાે લઈ નજીકની ગૌશાળા ખાતે રવાના કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાના મોતીપુરા ગામે નિશાળ ફળિયામાં રહેતો દિનેશભાઈ દલુભાઈ રાઠોડે પોતાના મકાનના ઢાળીયાની અંદર તથા નજીકના કોતરની ઝાડી ઝાંખરામાં ગાયો નંગ.૦૩, બળદો નંગ.૦૩, નાના વાછરડા નંગ.૦૨ એમ કુલ ૦૮ ગૌવંશ કિંમત રૂા. ૩૨,૦૦૦ને કતલ કરવાને ઈરાદે બાંધી રાખ્યાં હતાં અને પાણીની વ્યવસ્થા વગર, ક્રુરતાપુર્વક બાંધી રાખ્યાં હતાં. દેવગઢ બારીઆ તાલુકાના ભે દરવાજા, દરગાહ પાસે રહેતો અફઝલબેગ હબીબબેગ મીરઝા આ ગૌવંશ લાવી આપ્યાં હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું હતું. આ બાતમી મળતાંની સાથેજ પોલીસે ગત તા.૧૧મી ઓક્ટોમ્બરના રોજ ઉપરોક્ત સ્થળે ઓચિંતો છાપો મારતાં પોલીસે દિનેશભાઈને ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસને જાેઈ અફઝલબેગ નાસી જવામાં સફળ રહ્યો હતો.
આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.