રાછરડા ગામે આવેલ શાળામાં તસ્કરોએ ત્રાટક્યા

દાહોદ તા.૨૬

દાહોદ તાલુકાના રાછરડા ગામે આવેલ એક શાળામાં તસ્કરોએ પ્રવેશ કરી ઓફીસના ટેબલના ડ્રોવરમાં મુકી રાખેલ રોકડા રૂ.૪૮,૫૫૦ની ચોરી કરી લઈ નાસી ગયાનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના રાછરડા ગામે ગામતળ ફળિયામાં આવેલ ઈÂન્દરા આવાસ શાળામાં ગતરોજ તસ્કરો પ્રવેશ્યા હતા અને શાળાના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો. શાળામાં પ્રવેશ કરી તસ્કરોએ મુખ્ય ઓફિસમાં પણ પ્રવેશ કરી ત્યા ટેબલના ડ્રોવરમાં મુકી રાખેલ અલગ અલગ ચલણી નોટો રૂ.૪૮,૫૫૦ રોકડાની ચોરી લઈ જતા આ સંબંધે રાછરડા ગામે રહેતા ઇન્દિરા આવાસ શાળામાં નોકરી કરતા નીલેશભાઈ છગનભાઈ નોકમ દ્વારા કતવારા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: