બારીયા તાલુકા ના પંચેલા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર દ્વારા ૨૨ જેટલા વીજ ગ્રાહકો પાસેથી વીજ બીલના નાણાં લઈ જમા ન કરાવી ખાતેદારો તેમજ સરકાર સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરયુ
દાહોદ તા.૨૬
દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે આવેલ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર દ્વારા ૨૨ જેટલા વીજ ગ્રાહકો પાસેથી વીજ બીલના નાણાં લઈ કુલ રૂ.૬૨,૪૯૭ ભારત સરકારમાં જમા ન કરાવી ખાતેદારો તેમજ સરકાર સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાનું જાણવા મળે છે.
ગ્રામીણ ડાક સેવક બ્રાન્ચ પંચેલા,દેવગઢ બારીઆના પોસ્ટ માસ્ટર વિપુલકુમાર જેઠાભાઈ ડાભીએ તા.૦૬.૦૬.૨૦૧૭ થી તા.૦૫.૦૭.૨૦૧૭ સુધી બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પંચેલા ખાતે ફરજ દરમ્યાન કુલ ૨૨ જેટલા ગ્રાહકોએ જુદી જુદી તારીખોએ જમા કરવા માટે આપેલ વીજ બીલના નાણાં રોકડા રકમ સ્વીકારી, રસીદ બનાવી, તેમની ટુંકી સહી કરી વીજ બીલ ગ્રાહકોને પરત આપેલ પરંતુ સદર રકમ કુલ રૂ.૬૨૪૯૭ ભારત સરકારમાં જમા ન કરી, સરકારી નાણાંની ઉચાપત કરી ખાતેદારો તેમજ સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા આ સંબંધે રણજીતસિંહ કેશરસિંહ પટેલ(હોદ્દો ઈન્સ્પેક્ટર ઓફ પોસ્ટ ઓફીસીઝ,દેવગઢ બારીઆ સબ ડીવીઝન,દેવગઢ બારીઆ) દ્વારા દેવગઢ બારીઆ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.