બોરડી – દાહોદ રેલ્વે સ્ટેશનની વચ્ચે અજાણ્યા આધેડ પુરૂષનું ટ્રેનની અડફેટે મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૮
દાહોદ તાલુકામાં આવેલ બોરડી અને દાહોદ રેલ્વે સ્ટેશન વચ્ચે રેલ્વે ટ્રેક પર એક ૫૫ વર્ષીય અજાણ્યા ઈમસ કોઈ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત નીપજતાં રેલ્વે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો છે.
આજરોજ બોરડી અને દાહોદ રેલ્વે સ્ટેશનની વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર એક અજાણ્યા આશરે ૫૫ વર્ષીય આધેડ ઈસમ કોઈ અપડાઉન ટ્રેનની અડફેટે આવી જતાં તેનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ રેલ્વે પોલીસના સત્તાધિશોને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. રેલ્વે પોલીસ દ્વારા અજાણ્યા ઈસમના વાલીવારસની પણ શોધખોળ આરંભ કરી છે અને આ મામલે દાહોદ રેલ્વે પોલીસે જરૂરી કાગળો કરી કાયદેસરની તપાસ પણ હાથ ધરી છે.