દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જાદા ગામે ગ્રામ પંચાયતની ઓફિસમાં તસ્કરોનો હાથફેરો : રૂા.૪૨ હજારની મત્તાની ચોરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જાદા ગામે ગ્રામ પંચાયત ઓફિસમાં તસ્કરોએ હાથફેરો કરી એલ.ઈ.ડી. ટીવી, વાયફાઈ, માઉસ મળી કુલ રૂા.૪૨,૧૦૦ની મત્તાની ચોરી કરી તેમજ ગ્રામ પંચાયત ઓફિસની જાળીની તોડફોડ કરી નુકસાન પહોંચાડતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
લીમખેડા તાલુકાના જાદા ગામે આવેલ ગ્રામ પંચાયત ઓફિસમાં ગત તા.૧૪મી ઓક્ટોમ્બરના રોજ રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યાં હતાં. તસ્કરોએ ગ્રામ પંચાયત ઓફિસનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી ઓફિસમાં મુકી રાખેલ એલ.ઈ.ડી. ટીવી, વાફાઈય, સીસીટીવી કેમેરાનું માઉસ વિગેરે મળી કુલ રૂા. ૪૨,૧૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરોએ જતાં જતાં ગ્રામ પંચાયતની ઓફિસની જાળીની તોડફોડ કરી તેમજ અન્ય ચીજવસ્તુઓની પણ ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે જાદા ગામે રહેતાં ગૌતમકુમાર રમેશભાઈ રાઠોડે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.