દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામે ખુલ્લા ખેતરમાં તીન પત્તીનો જુગાર રમતાં ત્રણ જણાને પોલીસને ઝડપી પાડ્યાં : રોકડ રકમ સહિત કુલ રૂા.૨૨ હજારનો મુદ્દામાલ કબજે કરાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામે ખુલ્લા ખેતરમાં જાહેરમાં તીન પત્તીનો પૈસા વડે હારજીતનો જુગાર રમતાં ત્રણ જુગારીઓને પોલીસે ઝડપી પાડી રોકડા રૂપીયા ૧૬,૭૬૦, બે મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા. ૨૨,૨૬૦નો મુદ્દામાલ કબજે લઈ જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગત તા.૧૭મી ઓક્ટોમ્બરના રોજ ઝાલોદ તાલુકાના લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે કારઠ ગામે પ્રાથમીક શાળાની પાછળ ઈંટોના ભઠ્ઠાના નજીક ખુલ્લા ખેતરમાં જાહેર તીન પત્તી વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં ઈન્દ્રજીતભાઈ વિઠ્ઠલભાઈ મેવાતીયા (રહે. કારઠ, મંદિર ફળિયુ, તા.ઝાલોદ, જિ. દાહોદ), રોનકભાઈ ભરતભાઈ બારીયા (રહે. રણીયાર સરકારી, તા. ઝાલોદ, જિ. દાહોદ) અને સુરેન્દ્રભાઈ ભુરાભાઈ નૈયા (રહે. કારઠ, મોમાઈ માતા મંદિર ફળિયું, તા. ઝાલોદ, જિ. દાહોદ) ને જુગાર રમતા ઝડપી પાડ્યાં હતાં. ત્રણેયની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૧૦,૭૬૦ તથા દાવ પરથી રોકડા રૂપીયા ૬૦૦૦ એમ કુલ મળી કુલ રૂા. ૧૬,૭૬૦ની રોકડ રકમ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૨,૨૬૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ લીમડી પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.