દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે હોટલના માલિકના મકાનામં થયેલ લુંટના ગુન્હામાં વધુ બે લુંટારૂંઓને ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી. પોલીસ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ નગરમાં ભાજપના અગ્રણી અને હોટલના માલિકના મકાનમાં ધાડપાડુંઓએ કરેલ લુંટના બનાવમાં ખજુરીયા ગેંગના સાગરીતો પૈકી અગાઉ બે લુંટારૂંઓને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યાં બાદ આ લુંટના ગુન્હામાં સામેલ અન્ય વધુ બે લુંટારૂંઓને એલ.સી.બી. પોલીસને સંયુક્ત ટીમે મળેલ બાતમીના આધારે ઝડપી પાડી સોનાના દાગીના તેમજ મોબાઈલ મળી રૂા.૧,૮૪,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

તારીખ ૨૯મી સપ્ટેમ્બરના રોજ પીપલોદ નગરના પંચેલા ગામે પીઠા વિસ્તાર ફળિયામાં રહેતાં ભાજપના અગ્રણી અને ઘનશ્યામ હોટલના માલિક ભરતભાઈ રણછોડભાઈ ભરવાડના મકાનમાં મધ્યરાત્રીના સમયે ધાડપાડ લુંટારૂંઓનું ટોળું આવ્યું હતું અને ભરતભાઈ સહિત તેમના પરિવારજનોને બાનમાં લઈ રોકડા રૂપીયા તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂા.૩૧,૬૨,૦૦૦ની સનસનાટી ભરી લુંટ ચલાવી ધાડપાડુ લુંટારૂં નાસી જતાં પીપલોદ નગર સહિત દાહોદ જિલ્લામાં આ બનાવને પગલે ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસે આ ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસનો ધમધમાટ આરંભ કરતાં અગાઉ આ લુંટમાં સામેલ બે લુંટારૂઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ત્યારે ઝડપાયેલ ખજુરીયા ગેંગના બે લુંટારૂઓની ઘનિષ્ટ પુછપરછ અને મળેલ બાતમીના આધારે આજરોજ આ લુંટના ગુન્હામાં સામેલ વધુ ત્રણ ધાડપાડું લુંટારૂં કાટું ગામે તેમના રહેણાંક વિસ્તારમાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે છુપા વેશમાં કાટું ગામે કોમ્બીંગ હાથ ધર્યું હતું જેમાં શકરીયા ઉર્ફે શંકરભાઈ ભુરજીભાઈ મોહનીયા (રહે.કાટું, તા.ધાનપર, જિ.દાહોદ) અને નિકેશ ઉર્ફે નિકો જવસીંગભાઈ પલાસ (રહે. ખજુરીયા, નિનામા ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ) બંન્ને તેમના કાટું ગામેથી ઝડપી પાડ્યાં હતાં.

વધુમાં જાણવા મળ્યાં અનુસાર, ઉપરોક્ત બંન્ને ધાડપાડું લુંટારૂંઓએ પોતાના ભાગમાં આવેલ સોના – ચાંદીના દાગીના તે દાગીના લીમખેડા તાલુકાના ચીલોકાટ ગામે રહેતાં ભરતભાઈ પંચાલને આપેલ હતાં. ભરતભાઈ પંચાલે આ દાગીના ઓગાઈ દીધાં હતાં. પોલીસે ભરતભાઈની પણ અટક કરી છે અને તેમની પાસેથી ઓગાળેલ દાગીનાની લંગડી કબજે કરી હતી.
પકડાયેલ લુંટારૂં પૈકી શકરીયા મોહનીયા અગાઉ મોરબી જિલ્લાના હળવદ તેમજ નવસારી વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ છે જ્યારે નિલેશ પલાસ અગાઉ જામનગર જિલ્લાના જામજાેધપુર, કાલાવાડ, લાલપુર, દેવભુમિ દ્વારા તેમજ મોરબી જિલ્લાના વાંકાનેર, રાજકોટ, ગ્રામ્ય ઉપલેટામાં ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ ચુકેલ છે.

આમ, દાહોદ એલ.સી.બી. પોલીસે સંયુક્ત ટીમનો મદદથી અત્યાર સુધી આ લુંટના ગુન્હામાં ચાર લુંટારૂંઓ સહિત પાંચ જણાને ઝડપી પાડ્યાં છે અને રૂા.૧,૮૪,૯૦૦નો મુદ્દામાલ ઉપરોક્ત બંન્ને લુંટારૂંઓ પાસેથી કબજે કર્યાેં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: