દાહોદ તાલુકાના આગાવાડા ગામેથી પોલીસે રૂા.૨.૧૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પાના ચાલકને ઝડપી પાડ્યો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.20

દાહોદ તાલુકાના આગાવાડા ગામેથી પોલીસે એક ટેમ્પામાંથી વિદેશી દારૂનો કુલ રૂપિયા 2,12,760/- ના મુદ્દામાલ સાથે ચાલકની અટક કર્યાનું જાણવા મળે છે જ્યારે ટેમ્પાની કિંમત મળી કુલ રૂપિયા 3,67,760/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

ગત તારીખ ૧૮મી ઓક્ટોબરના રોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે આગાવાડા ગામે રસ્તા પર નાકાબંધી કરી આવતા જતા તમામ વાહનોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બાતમીમાં દર્શાવેલ એક ટેમ્પો ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટેમ્પો નજીક આવતાની સાથે પોલીસે તેને ચારે તરફથી ઘેરી લઇ ટેમ્પોચાલક રોશનભાઈ (રહે.ઝાબુઆ,મધ્ય પ્રદેશ) ની પોલીસે અટક કરી ગાડીની તલાશી લેતા ગાડીમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.36 જેની કુલ કિંમત રૂપિયા 2,12,760/- ના પ્રોહી જથ્થા સાથે ટેમ્પાની કિંમત મળી કુલ રૂપિયા 3,67,760/- નો મુદ્દામાલ કતવારા પોલીસે કબજે લઈ ઉપરોક્ત ચાલક વિરુદ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: