ફતેપુરાના વાંગડ ગામના મહિલા સરપંચના પતિ દ્વારા અરજદારને બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધમકી આપતો ઓડીયો ક્લીપ સોશીયલ મીડીયામાં વાઈરલ : ભારે ચકચાર મચી : અરજદાર દ્વારા પોલીસમાં લેખિત રજુઆત કરાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામના મહિલા સરપંચના પતિ દ્વારા એક અરજદારને કામના અર્થે મોબાઈલ ફોન પર થયેલ વાતચીતમાં એકદમ ઉશ્કેરાઈ જઈ અરજદારને મોબાઈલ ફોન પર બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધમકી આપી તેમજ અપશબ્દો બોલતાં આ સમગ્ર વાતચીતનો ઓડીયો ક્લીપ સોશીયલ મીડીયામાં વાઈરલ થતાંની વેંત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે ત્યારે આ મામલે અરજદાર યુવક દ્વારા મહિલા સરપંચના પતિ વિરૂધ્ધ ફતેપુરા પોલીસ મથકે લેખિત અરજી આપી પોતાના જાનનું જાેખમ હોવાનું જણાવી સરપંચના પતિ અને તલાટી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
પારગી મૌલીકકુમાર વસંતભાઈ દ્વારા આજરોજ ફતેપુરા પોલીસ મથકે આપવામાં આવેલ લેખિત અરજીમાં જણાવ્યાં અનુસાર, પોતાના સમાજના એક ભાઈને જરૂરી કામ હોવાથી વાંગડ ગામના તલાટીના સહી સિક્કાની જરૂર હતી જેથી તેઓએ તલાટીને મોબાઈલ ફોન કર્યાેં હતો. તલાટીએ ફોન પર જણાવ્યું હતું કે, તલાટીના સિક્કા મારી પાસે નથી પણ સરપંચ પાસે છે. તલાટીનો સિક્કો તે સરકારી સિક્કો છે અને તે સિક્કાનો દુરૂઉપયોગ પણ થઈ શકે છે માટે તે માટે મૌલીકભાઈએ સવાલ કર્યાેં હતો અને તલાટીએ સરપંચ સાથે વાત કરવા જણાવ્યું હતું. આ બાદ મૌલિકભાઈએ વાંગડ ગામના મહિલા સરપંચ ટીનાબેન વિનોદભાઈ પારગીના પતિ વિનોદભાઈ વિછીયાભાઈ પારગીને મોબાઈલથી ફોન કર્યાેં હતો અને વિનોદભાઈએ હું સરપંચ છું કહીને મૌલિકભાઈને અપશબ્દો બોલવાનું શરૂં કરી દીધું હતું. કરોડરજ્જુ તોડી નાંખવાની અને કુંતરાની જેમ દોડાવીને માર મારીશ અને ઉંચા અવાજે મારી સાથે વાત કરીશ તો જીભ કાપી નાંખીશ તેવી મૌલિકભાઈને ધમકી પણ આપી હતી.
ઉપરોક્ત સમગ્ર વાતચીતનો ઓડીયો ક્લીપ સોશીયલ મીડીયામાં વાઈરલ થતાંની વેંત જિલ્લાની ગ્રામ પંચાયત આલમ સહિત ઉચ્ચ અધિકારીઓમાં જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
વધુમાં મૌલિકભાઈના જણાવ્યાં અનુસાર, મહિલા સરપંચ અને તલાટી સરકારી કર્મચારી છે અને જવાબદાર વ્યક્તિ છે. સરકારી દરેક યોજનાઓના અમલીકરણની જવાબદારી તલાટીની જ હોય છે અને એવી વ્યક્તિ પોતાના સિક્કા અને કદાચ સહી કરવાની સત્તા સરપંચના પતિને આપી સરકાર વિરોધી અને ગેરકાયદેસર રીતે કૃત્ય કરેલ છે અને સરપંચ જે એક જવાબદાર વ્યક્તિ છે તે પોતાના પતિને સત્તા જાે પંચાયતી રાજ અને સ્થાનીક સ્વરાજ્યમાં મહિલા અનામત દ્વારા મહિલાઓની ભાગીદારી સરેઆમ ભંગ કરી રહ્યાં હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.
ઉપરોક્ત મામલા સંદર્ભે સરકાર વિરોધી કૃત્ય અને સરકારી સત્તાના દુરૂપયોગ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા ફતેપુરા પોલીસ મથકમાં અરજ કરી હતી.