ડોડીયા ફળિયાના રહીશો એ સ્વ ખર્ચે હેડ પંમ્પ રીપેરીંગ કર્યો. તંત્રને ત્રણ દિવસથી જાણ કરવા છતાં કોઈ ફરક્યું પણ નથી
રિપોર્ટર : ભુપેન્દ્ર વણકર
શહેરા તા.૨૫
પંચમહાલ ના શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલ ડોડીયા ફળિયાના રહીશો એ પીવાના પાણી માટે ત્રણ દિવસ સુધી વલખા મારવા પડે છે. મળતી માહિતી મુજબ ડોડીયા ફળિયાના રહીશો એ છેલ્લા ત્રણ દિવસથી હેડ પંપ બગડી જતાં તંત્રને ફોન દ્વારા કમ્પ્લેન કરવામાં આવી હતી છતાં સતત ત્રણ દિવસ સુધી કોઈ કારીગર કે તંત્રનો માણસ ફરક્યો ન હતો. વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા ફળિયાના રહીશો એ હારી થાકી સ્વખર્ચે જાતે જ હેડ પંપ રીપેર કરવો પડ્યો હતો અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે શહેરા તાલુકાના ગામોમાં અનેક જગ્યાએ લોકોને પીવાના પાણી માટે વલખાં મારવાં પડે છે અને તંત્ર ને જાણ કરવા છતાં કોઈ પ્રત્યુત્તર મળતો નથી ત્યારે આવા કિસ્સઓમાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી પીડિત લોકો ની માંગ છે.