આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહીસાગર પોલીસ દ્વારા લુણાવાડા આદર્શ વિદ્યાલય ખાતે શસ્ત્ર પ્રદર્શન યોજાયું
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહીસાગર પોલીસ દ્વારા આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને શાસ્ત્રોની સાથે શસ્ત્રોની પણ પ્રત્યક્ષ માહિતી મળે તેવા ઉમદા હેતુથી શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં મહીસાગર પોલીસના અધિકારીઓએ દ્વારા સુરક્ષાના હેતુસર ઉપયોગમાં આવતા વિવિધ પ્રકારના શસ્ત્રોની વિસ્તૃત જાણકારી આપી.
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત લુણાવાડા આદર્શ વિદ્યાલય ખાતે મહીસાગર પોલીસ દ્વારા પ્રદર્શન યોજાયું હતું.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અને જિજ્ઞાસા સાથે હથિયારો વિશે જાણ્યું હતું.જ્યાં સુધી કોઈ વિદ્યાર્થી સિવિલ સર્વિસીસ ન જોડાય ત્યાં સુધી તેને હથિયારો વિશે ખાસ કોઇ માહિતી હોતી નથી. મહીસાગર જિલ્લા પોલીસના અધિકારીઓએ શાળાના વિદ્યાર્થીઓને શસ્ત્ર પ્રદર્શનના માધ્યમથી આધુનિક હથિયારો વિશે હથિયારોની બનાવટ અને તેની રેન્જ અને કેવી રીતે ઉપયોગમાં લેવું તે અંગે રસપ્રદ માહિતી આપી હતી.
શસ્ત્ર પ્રદર્શન અન્વયે હેડક્વાર્ટર પી.એસ.આઈ એસ.ડી.બામણીયા LCB PI વિમલ ધોરડા તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી બાળકોને માહિતગાર કર્યા હતા.શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કિરીટભાઈ પંડ્યા એ મહીસાગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.