ઝાલોદના વરોડ ટોલનાકા પર દારૂ પીધેલ હાલતમાં કાર ચાલકે ટોલનાકા પરના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી : સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંઆવેલ વરોડ ટોલ નાકા પર ટોલ ના આપવાના મુદ્દે નશામાં ધુત યુવકોએ ટોલ કર્મી સાથે ઝપાઝપી તેમજ મારપીટ કરતાં ચકચાર મચી જવા પામ્યો હતો. ટોલટેક્સ ભર્યા વગર યુવકો કાર લઈને ફરાર થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો ટોલનાકા પર લાગેલ સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો હતો.
ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલ ટોલનાકું હરહંમેશ કોઈકને કોઈ ચર્ચાઓમાં રહેતું આવ્યું છે. અગાઉ પણ આ ટોલનાકા પર ટોલ ફરવાના મુદ્દે ટોડફોટ સહિત મારામારીના કિસ્સો પણ ભુતકાળમાં બની ચુક્યાં છે ત્યારે ફરીવાર ગતરોજ રાત્રીના સમયે વરોડ ટોલનાકા ઉપર રાત્રીના સમયે ઇકો કાર ચાલક અને અન્ય બે યુવકો નશાની હાલતમાં ટોલ પસાર કરી રહ્યા હતા તે સમયે ટોલ કર્મીએ ટોલના રૂપિયા ભરવાનું કહેતા તેઓ નશાની હાલતમાં ઉશ્કેરાઈને ગાડીમાંથી લાકડીઓ કાડી ટોલ કર્મી ઉપર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને ટોલ કર્મીઓ દ્રારા લીમડી પોલીસને જાણ કરાતા લીમડી પોલીસે ટોલ કર્મીની ફરિયાદના આધારે ફરાર નશામાં ચૂર હુમલાખોરોની તપાસ આદરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.