કેવડિયા ગામે પ્રાથમિક શિક્ષક અને તેના બે પુત્રો દ્વારા મહિલાને મૂઢ માર મારતા ફરિયાદ : બાલાસિનોરના પાંડવા તાબે ભગા બારીયા ખાતે ફરજ બજાવતાં શિક્ષક હિંમતસિંહના શિક્ષણ સામે અનેક સવાલો
રિપોર્ટર : વિશાલસિંહ સોલંકી
લુણાવાડા તા.૦૯
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના નૂરપુરના અલુજીની વાવ ગામના શિક્ષક અને હાલ બાલાસિનોર તાલુકાના પાંડવા તાબે ભગા બારીયા ખાતે ફરજ બાજવત શિક્ષક હિમતસિંહ કાળુસિંહ પરમાર અને તેમના બે પુત્રો યુવરાજસિંહ તથા મહાવીરસિંહ દ્વારા મહિલાને મૂઢ માર અને ગેડી માર મારતા વીરપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં શિક્ષકના શિક્ષણ પ્રશ્ને અનેક સવાલો ઉભા થયા હતા.
શિક્ષક હિમતસિંહ કાળુસિંહ પરમારના દીકરા નો સબંધ વિરણીયા ગામે કર્યો તે બાબતે ગામમાં ખોટી ચર્ચા કર્યા હોવાની વાતને લઈ ગામની મહિલા રમીલાબેન ભાથીભાઈ સાથે હિમતસિંહ અને તેમના બે દીકરા દ્વારા ઝગડો કરેલ અને મારામારી કરી ગંદી ગાળો બોલી ગળદા પાટુનો ગેદિમાર મારી ડાબી આંખ ઉપર ગંભરી ઈજાઓ પોહચાડી હતી જેમજ લાકડીઓ દ્વારા માર મારતા બઈડાના ભાગે ઈજાઓ પોહચડતા વીરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી વીરપુર પોલીસ દ્વારા તાપસ હાથ ધરી હતી. પરંતુ સમગ્ર ઘટનામાં રાજકીય નેતાઓ એક્ટિવ થતાં શિક્ષક હિમતસિંહની ધરપકડ ન થતાં ફરિયાદીમાં રોષ જોવા મળ્યો હતો.

