દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામે એક ૩૫ વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી : અજાણ્યા હત્યારા ફરાર : પોલીસે તપાસ હાથ ધરી

       દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામે એક ૩૫ વર્ષીય યુવકની હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી અજાણ્યા હત્યારાઓ ફરાર પોલીસે મૃતકના પિતાની ફરીયાદના આધારે લાશનો પંચનામું કરાવી લાશને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ હત્યાના બનાવને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે
              દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામ હાઇસ્કૂલ ફળિયામાં રહેતા જુવાનસિંહ ભાઈ મોહનભાઈ બારીયા તેમજ તેનો પુત્ર યોગેશ બારીયા એમ બંને જણા સાંજના જમી પરવારી કુવા ગામના સીમાડા ફળિયામાં આવેલ તેમના ખેતરમાં ખેતી કરેલી હોય જે ખેતી ને સાચવવા માટે રાત્રીના સમયે ખેતરમાં ગયેલા  જયા બંને પિતા-પુત્ર વારા ફરતી ખેતી સાચવતા  સૂઈ ગયેલા ત્યારે વહેલી સવારે આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં જુવાનસીંગ મોહન બારીયા તેના પુત્રને દાતણ લઈને આવું છુ તેમ કહી  દાંતણ લેવા માટે ગયેલા અને ત્યાર પછી જુવાનસીંગ બારીયા પરત ના આવતા તેમનો પુત્ર યોગેશ ઘરે જતો રહેલો અને ઘરે જઈને  જોતા તેના પિતા ઘરે મળી આવેલ ન હતા જેથી તેમની તપાસ હાથ ધરી હતી ત્યારે તેમના ખેતર થી અડધો કિમી દૂર ખેતરમાં કામ કરવા ગયેલા કોઈ ઈસમે રમેશભાઈ બારીયા ના તુવેરના ખેતરમાં જુવાનસીંગ મોહન બારીયા પડ્યો હોવાનું ગામના સરપંચ ને જણાવતા ગામના આગેવાનો તેમજ જુવાનસીંગ ના પરિવારજનોએ રમેશ બારીયા ના ખેતરમાં જઈને જોતા જુવાનસીંગ ના બંને પગ ઉપર ગંભીર ઇજાઓ પહોંચાડી બંને પગમાં કાણા પડેલી હાલતમાં તેમજ ગળાના ભાગે તેમજ પેટના ભાગે ગેબી માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાઈ આવતા આ બનાવની જાણ દેવગઢબારિયા પોલીસને કરતા પી.એસ.આઇ પંચાલ તેમજ સ્ટાફના માણસો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી ત્યારે આ બનાવને લઇ  મરણ જનાર જુવાનસિંહ બારીયા ના પિતા મોહનભાઈ લાલસીંગ ભાઈ બારીયા ઉંમર વર્ષ 75 નાંએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી લાશનુ પંચનામું કરી લાશને પીએમ અર્થે મોકલી એફ.એસ.એલ તેમજ ડોગ સ્કવોડની મદદ માંગી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ જુવાનસીંગ મોહન બારીયા ની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે નું રહસ્ય હજુ અકબંધ જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિક પોલીસ પણ આ હત્યાનો ભેદ ઉકેલવા માટે મરણ ના જનાર ના પુત્ર સહિત કેટલાક સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી આ હત્યાના ગુનાનો પરદા ફાસ્ટ કરવા માટેની તજવીજ હાથ ધરી છે ત્યારે આ હત્યાના બનાવને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!