દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણીયાઘાટી ગામે દિપડાએ વાછરડાનું મારણ કર્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણીયાઘાટી ગામે એક ઘરની પાછળની ભાગે બાંધી રાખેલ એક વાછરડાને વન્યપ્રાણી દિપડાએ સાંજના સમયે આવી વાછરડા ઉપર હુમલો કરી મારણ કરી ઉપાડી લઈ જતાં આ અંગેની જાણ ગ્રામજનોમાં થતા ગ્રામજનોમાં દિપડાના આતંદને પગલે ફફટા ફેલાઈ જવા પામ્યો હતો. આ મામલાની જાણ સ્થાનીક વન વિભાગના કર્મચારીઓને થતાં વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને જરૂરી તપાસ હાથ ધરી છે.

ગત તા.૧૦મી નવેમ્બરના રોજ વાણીયાઘાટી ગામે રહેતાં ભુરીબેન કડકીયાભાઈ ભમાતે તેમના ઘરની પાછળના ભાગે એક વાછરડું બાંધી રાખ્યું હતું. અંદાજે લગભગ સાંજના પાંચેક વાગ્યાના આસપાસ વન્યપ્રાણી દિપડો ભુરીબેનના ઘરની આસપાસ આવ્યો હતો અને બાંધી રાખેલ વાછરડા ઉપર જીવલેણ હુમલો કર્યાેં હતો. હુમલો કર્યાં બાદ વાછરડાનું મારણ કરી તેને ઉપાડી લઈ ગયો હતો. આ અંગેની જાણ ભુરીબેન તથા તેમના પરિવારજનોને થતાં તેઓએ બુમાબુમ કરી મુકી હતી અને આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. મારણ કરેલ વાછરડાને થોડે દુર મુકી દિપડો નાસી ગયો હતો. દિપડાના આતંકને પગલે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ અંગેની જાણ સ્થાનીક વન વિભાગના કર્મચારીઓને થતાં વન વિભાગના કર્મચારીઓ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મારણ થયેલ વાછરડાના માલિક દ્વારા વળતરની માંગ સાથે રજુઆત પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: