રૂ.૨૯,૪૦૦ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યાનું
દાહોદ તા.૦૩
દાહોદ તાલુકાના રળીયાતી ગામે એક રહેણાંક મકાનમાંથી પોલિસે કુલ રૂ.૨૯,૪૦૦ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યાનું જ્યારે પોલિસને જાઈ મકાન માલિક નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના રળીયાતી ગામે રહેતા રાજુભાઈ બાબુભાઈ પરમાર પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની માહિતી પોલિસને મળતા ગતરોજ પોલિસે તેના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી હતી અને આ પ્રોહી રેડ જાઈ ઉપરોક્ત ઈસમ પોલિસને જાઈ નાસી ગયો હતો. પોલિસે તેના રહેણાંક મકાનમાં તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓમાંથી બોટલો નંગ.૩૮૪ જેની કુલ કિંમત રૂ.૨૯,૪૦૦નો પ્રોહી જથ્થો જપ્ત કર્યાે હતો.
આ સંબંધે દાહોદ તાલુકા પોલિસે રાજુભાઈ બાબુભાઈ પરમારે વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.