ચંદ્ર પર ૧ લાખ વર્ષ સુધી ચાલે એટલો ઓક્સિજન મળ્યો

(જી.એન.એસ), લિસ્મોર, તા.૧૩
ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની નાસાએ એક ઓસ્ટ્રેલિયાની બનાવટની એક રોવર ગાડીને ચંદ્ર ઉપર મોકલવા સમજૂતિ ઉપર સહિ-સિક્કા કર્યા છે. આ રોવર ચંદ્ર ઉપરથી ખડકો એકત્ર કરીને પૃથ્વી ઉપર લાવશે અને ત્યારબાદ વિશ્વની અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતી લેબોરેટરીઓમાં તેમાંથી માનવીના શ્વાસમાં લઇ શકાય એવો ઓક્સિજન છૂટો પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ચંદ્રનો જે ખડકાળ પ્રદેશ છે તેમાં અંદાજે ૪૫ ટકા જેટલો ઓક્સિજન રહેલો છે, પરંતુ આ ઓક્સિજન ઉપર દર્શાવેલી ખનિજાેમાં ખુબ ટાઇટ રીતે છૂપાયેલો છે જેને છૂટો પાડવાની જરૂર છે. વિશ્વના કેટલાંક મોટા ઔદ્યોગિક શહેરોમાં એલ્યિમિનિયમમાંથી ઓક્સિજનને છૂટો પાડવા ઇલેકટ્રોડની મદદથી પ્રવાહી સ્વરૂપના એલ્યુમિનિયમમાંથી ઇલેકટ્રિકનો કરંટ પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઓક્સેજન એક આડપેદાશ તરીકે જાેવામાં આવે છે. અલબત્ત આ વધુ સહેલુ અને સરળ નથી, કેમ કે આ પ્રક્રિયા કરવા પૃથ્વી ઉપરથી મહાકાય જેવા મોટા મોટા યંત્રો અને ટેકનોલોજી ચંદ્ર ઉપર લઇ જવા પડે, તે ઉપરાંત આ પ્રક્રિયા પૂરી કરી ઓક્સિજન મેળવવામાં ઘણા મહિનાઓનો સમય લાગી જાય અને ત્યાં સુધી કામ કરનારા લોકોને ઓક્સિજન તથા ખોરાક-પાણી પૂરા પાડવા એક મોટો પડકાર છે, તે ઉપરાંત તેઓને ગુરૂત્વાકર્ષણ વિનાની સપાટી ઉપરાંત શૂન્યાવકાશમાં કામ કરવાનું છે જે સૌથી મોટો પડકાર છે.ચંદ્રના વાતાવરણમાં ઓક્સિજન છે કે નહીં તેની શોધ કરવા અમેરિકા, રશિયા જેવા દેશોએ અત્યાર સુધી અસંખ્ય પ્રયાસો કર્યા છે પરંતુ હજું સુધી તેઓ ચોક્કસપણે દાવો કરી શકે તેમ નથી કે ચંદ્ર ઉપર ઓક્સિજન છ. જાે કે ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની વિશ્વવિખ્યાત સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાાનિકોએ હવે ભારપૂર્વક કહેવા માંડયુ છે કે ચંદ્ર ઉપર ઓક્સિજન છે પરંતુ તે પૃથ્વીની જેમ વાતાવરણમાં નહીં પણ ચંદ્રના ટોચના આવરણમાં છે. તેમના અભિપ્રાય મુજબ ચંદ્રના ટોચના આવરણમાં અર્થાત ચંદ્રની સપાટી ઉપર રહેલા ખડકોમાં વિવિધ ખનિજાેની સાથે ઓક્સિજન પણ રહેલો છે અને તે એટલા પ્રમાણમાં છે કે આગામી એક લાખ વર્ષ માટે ૮ અબજ લોકોને મફતમાં પૂરા પોડી શકાય તેમ છે. અલબત્ત ચંદ્રની સપાટીના ખડકોમાં ખનિજાે સાથે મિશ્રિત સ્વરૂપમાં રહેલા ઓક્સિજનને છૂટો પાડવા કેટલીક રાસાયણિક પ્રક્રિયા કરવી આવશ્યક છે. ચંદ્રની સપાટી ઉપર આવેલા ખડકાળ વિસ્તારોમાં અબજાે ટનની માત્રામાં ખડકો આવેલા છે અને આ ખડકોમાં ઓક્સિજન છુપાયેલો છે. ઓસ્ટ્રેલિયાના લિસ્મોર ખાતે વિશ્વના ખ્યાતનામ વૈજ્ઞાાનિકો વચ્ચે થયેલી વાતચીતમાંથી નીકળેલા નિષ્કર્ષ મુજબ ચંદ્રના પથરાળ અને ખડકાળ પ્રદેશોમાં આવેલા ખડકો અને ચંદ્રના ભૂગર્ભમાં રહેલાં ખનિજાેના ભંડારોમાં વિપુલ માત્રામાં ઓક્સિજન રહેલો છે. આ વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ ચંદ્રની ખડકાળ સપાટીનો પ્રત્યેક ૧ ક્યુબિક મીટરનો વિસ્તાર સરેરાશ ૧.૪ ટન જેટલી ખનિજાે ધરાવે છે, જેમાં ૬૩૦ કિલોગ્રામ જેટલા ઓક્સિજનનો પણ સમાવેશ થઇ જાય છે. નાસાના વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે પ્રત્યેક માણસને પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા પ્રતિ દિન ૮૦૦ ગ્રામ ઓક્સિજનની જરૂર પડે છે, તેથી ૬૩૦ કિલોગ્રામ ઓક્સિજનથી કોપિણ વ્યક્તિ બે વર્ષ સુધી જીવી શકે. આ ગણતરી મુજબ અંદાજ મૂકી શકાય કે ચંદ્રના ખડકાળ વિસ્તારની સરેરાશ ઉંડાઇ ૧૦ મીટરની છે અને તેમાઁથી આપણે ઓક્સિજનને બહાર કાઢી શકીએ તેમ છીએ. સામાન્ય રીતે ઓક્સિજન વાતાવરણમાં હોય છે પરંતુ ચંદ્રના વાતાવરમાં તેની સદંતર ગેરહાજરી છે, તેમ છતાં એમ કહી શકાય નહીં કે ચંદ્ર ઉપર ઓક્સિજન નથી, કેમ કે જમીનના ભૂગર્ભમાં રહેલી વિવિધ ખનિજાેમાં પણ ઓક્સિજન રહેલો છે, અને ચંદ્રના પેટાળમાંથી સિલિકા (અબરખ), એલ્યુમિનિયમ, લોખંડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવી ખનિજાે વિપુલ પ્રમાણમાં રહેલી છે. આ તમામ ખનિજાેમાં ઓક્સિજન રહેલો છે પરંતુ તે માનવીના શ્વાસમાં સીધેસીધો લઇ શકાય તેમ નથી. ચંદ્રની સપાટી ઉપર કરોડો અબજાે વર્ષોથી થઇ રહેલી ઉલ્કાવર્ષાના પરિણામ સ્વરૂપે આ ખનિજાે અને ખડકો ચંદ્ર ઉપર ખુબ મોટા પ્રમાણમાં આવેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!