નાસતો ફરતો હત્યા અને ચોરીના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૩
પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી. એમ.એસ.ભરાડા તથા એસ.પી. હીતેષ જાેયસરે નાસતા – ફરતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપી હતી. જે આધારે ઝાલોદ ડીવાયએસપી બી.વી.જાધવ સી.પી.આઇ. બી.આર.સંગાડાના માર્ગદર્શનમાં લીમડી પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એલ.ડામોરને ખાનગી રાહે સચોટ બાતમી હકીકત મળી કે, લીમડી પોલીસ સ્ટેશનના ધાડ – ખૂનના ગુન્હાનો વોન્ટેડ આરોપી મલખાનભાઇ જાેસેફભાઇ અમલીયાર મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવવાનો છે અને સાતશેરાથી ખરોદા થઇ દાહોદ જવાનો હોવાની ચોકકસ બાતમીના આધારે વહેલી સવારે પી.એસ.આઇ. તથા સ્ટાફના મહેન્દ્રકુમાર અરવિંદસિંહ, વિપુલભાઇ મંગળાભાઇ, શૈલેષભાઇ કસનભાઇ, તુષારભાઈ રામસીંગભાઇ, પ્રદીપભાઇ નટુભાઇ, જીગ્નેશભાઇ જવસીંગભાઇ વિગેરે આરોપીની વોચમાં હતા. તે દરમિયાન દાહોદ જવા માટે ખરોદા ગામે વાહનની રાહ જાેઇને ઉભેલા મધ્યપ્રદે્શના મેઘનગરના પીપલીયાના મલખાન જાેસેફ અમલીયાર પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.થોડા સમય પહેલાં મલખાન મધ્ય પ્રદેશ પોલીસના હાથે ઝડપાયો હતો. મલખાનના માથે મધ્ય પ્રદેશમાં ઇનામ પણ રાખવામાં આવ્યુ હતું. જાેકે, દાહોદ પોલીસ મલખાનને ટ્રાન્સફર વોરંટથી લાવી શકતી હતી પરંતુ તેને લાવે તે પહેલા જ તે જામીન મુક્ત થઇ ગયો હતો. હવે તેને પકડવામાં સફળતા મળી હતી.ઝડપાયેલા આરોપીએ તેના સાગરીતો લીલસીંગભાઇ મકના ભાભોર, કમલેશ પાંગળા વસુનીયા, મેઘો થાવરીયાભાઇ ભાભોર, દીપો ભુરજી ડામોર સાથે મળી પૂર્વ આયોજીત કાવતરા રચી લીમડીના વિનય ગેસ એપ્લાયન્સીસના માલિક વિનયભાઇ કાંતીભાઇ બાફનાને તલવારના જીવલેણ ઘા મારી તેની પાસેની રૂપિયા ભરેલી થેલી લઇને ફરાર થઇ ગયા હતા અને જીવલેણ ઘા મારવાથી વિનયભાઇ કાંતીભાઇ બાફનાનું મોત થયું હતું.ધાડપાડુ ટોળકીએ મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં લૂંટ, ધાડ અને વાહન ચોરીના કૂલ ૩૧ ગુન્હાઓ આચરેલા છે. લીમડી પોલીસે છેલ્લા પાંચ વર્ષથી લીમડીના ધાડ સાથે ખૂનના ગુનાના વોન્ટેડ મધ્યપ્રદેશના ખૂંખાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.લીમડીમાં ધાડ અને હત્યાનો છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ તેમજ દાહોદ શહેરમાં ચોરીઓના ગુના આચરનાર મધ્યપ્રદેશનો ખુનખાર હીસ્ટ્રીશીટર આરોપીને લીમડી પોલીસે બાતમી આધારે ખરોદા ગામેથી ઝડપી પાડ્યો હતો. પાંચ વર્ષથી દાહોદ પોલીસને મલખાનની તલાશ હતી. મલખાન મધ્ય પ્રદેશની ખુનખાર ધાડપાડુ ટોળકીનો લીડર હોવાનું જાણવા મળ્યુ છે.

