જમીન ખેડવા બાબતે એક દંપતિએ એક મહિલાને ધારીયુ તથા છુટ્ટા પથ્થરો મારી શરીરે
દાહોદ તા.૦૩
દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે જમીન ખેડવા બાબતે એક દંપતિએ એક મહિલાને ધારીયુ તથા છુટ્ટા પથ્થરો મારી શરીરે,હાથે પગે તેમજ શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકા માંડવ ગામે નાયક ફળિયામાં રહેતા ચીમનભાઈ દિપસિંહભાઈ નાયક અને ચંપાબેન ચીમનભાઈ દિપસીંગભાઈ નાયક એમ બંન્ને જણાએ પોતાના જ ફળિયામાં રહેતા જેનતાબેનના ઘરે આવી બેફામ ગાળો બોલી, આ જમીન કેમ ખેડી, તમે અમને ભાગ ઓછો આપેલ છે, તેમ કહેતા જેનતાબેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ ઉપરોક્ત દંપતિએ જેનતાબેનને ધારીયુ મારી ઘુંટણના ભાગે ઈજા પહોંચાડી હતી અને છુટ્ટા પથ્થરો મારી શરીરે,હાથે,માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સંબંધે દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે નાયક ફળિયામાં રહેતા પોપટભાઈ મંગાભાઈ નાયકે સાગટાળા
આભાર – નિહારીકા રવિયા પોલિસ મથકે ફરિયાદ નોંંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.