શહેરા તાલુકામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા નો શુભારંભ કરાયો.નાંદરવા ખાતે ભવ્ય સ્વાગત સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
રિપોર્ટર : ભુપેન્દ્ર વણકર
શહેરા તા.૧૯
શહેરા તાલુકાના બોરિયા થી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ટી.બી.ઠક્કર,મદદનિશ તા.વિ.અધિકારી,તેજસભાઇ પટેલ,જિલ્લા પંચાયત સદસ્ય દિલીપસિંહ,બોરિયા સીટ ના જશવંતસિંહ પગી, ડૉ.આંબેડકર આવાસ વિભાગના રાજેશ વણકર,શિક્ષણ વિભાગ ના બીટ નિરીક્ષક,સરદારસિંહ વણઝારા, ત.ક.મંત્રી રવિભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રા જિલ્લા પંચાયતો સમાવિષ્ટ મુખ્ય ગામોમાં પ્રવેશ કર્યો હતો જ્યાં પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.D.R.D વિભાગ દ્વારા જાહેર કરેલા શહેરા તાલુકાના બોરિયા, નાંદરવા,સુરેલી, ધામણોદ સહિતના અનેક ગામોમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત રથ કાઢવામાં આવ્યો હતો.સમગ્ર ગામોના લોકો આત્મનિર્ભર બને અને દેશના વિકાસમાં સહભાગી બની રહે તે માટે સરકાર દ્વારા આ રથ યાત્રા યોજવામાં આવી હતી. સરકાર દ્વારા ગ્રામિણ ક્ષેત્રોમાં ડેરી ઉદ્યોગ જેવા ઉદ્યોગો દ્વારા લોકોને સ્વરોજગારી મળે અને પંચામૃત ડેરી દ્વારા ગાય,ભેંસ ની ખરીદી માટે લોન વિશેની વિશેષ માહિતી આપવામાં આવી હતી. ગુજરાત સરકારના વિવિધ લાભો લાભાર્થીને મળી રહે અને દરેક ગામના નાગરિકો ને તે મદદરૂપ થાય તે વિશે ની માહિતી આપવામાં આવી હતી. આ આત્મનિર્ભર યાત્રા તારીખ ૧૮ થી ૨૦ સુધી સતત ત્રણ દિવસ તાલુકાના વિવિધ ગામોમાં જશે અને લોકોને સરકારની વિવિધ યોજનાની માહિતી આપશે.
ભુપેન્દ્ર વણકર શહેરા