સરકારની એસ.ઓ.પી.ની ગાઈડલા પ્રમાણે દાહોદ જિલ્લામાં ધોરણ ૧ થી ૫ના વર્ગાે શરૂં
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.22
આજથી એટલે કે, તારીખ ૨૨મી નવેમ્બરના રોજથી ધોરણ ૧ થી ૫ના વર્ગાે શરૂં કરવાના ગુજરાતના શિક્ષણ મંત્રીના નિર્ણય સાથે દાહોદ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા વર્ગાે શરૂં થઈ ગયા છે. સરકારના એસઓપીના નિયમોનુસાર શિક્ષણની કામગીરી આરંભી દેવામાં આવી છે. આજે પ્રથમ દિવસે બાળકોને કુમકુમ તિલક તેમજ પુષ્પગુચ્છ આપી શાળા સંચાલકો તેમજ શિક્ષકો દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો હતો.
કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર દરમ્યાન બાળકોના શિક્ષણ પર પણ ખાસી એવી અસર રહી છે. કોરોનાકાળ દરમ્યાન ધોરણ ૧ થી ૧૨ની શાળાઓ સાથે સાથે કોલેજાે બંધ રહી હતી. ધીમે ધીમે કોરોનાની પકડ ધીમી પડતાં પુનઃ શિક્ષણ આલમ શરૂં કરવામાં આવી રહ્યું છે. અગાઉ ધોરણ ૬ થી ૧૨ના વર્ગાેં શરૂં કરવાના નિર્ણય બાદ ગુજરાતના શિક્ષણ મંત્રી દ્વારા ધોરણ ૧ થી ૫ના વર્ગાેં પણ શરૂં કરવામાં આવશે તેવી જાહેરાત સાથે બાળકો તેમજ તેમજ વાલીઓએ તૈયારી શરૂં કરી છે. દાહોદ જિલ્લાની વાત કરીએ તો, આજથી એટલે કે, ૨૨મી નવેમ્બરના રોજથી ધોરણ ૧ થી ૫ના વર્ગાે શરૂં કરવાની જાહેરાત સાથે દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણ વિભાગની વહીવટી તંત્ર સાથે એક મીટીંગનું આયોજન પણ રવિવારે કરવામાં આવ્યું હતું. આજરોજ વર્ગો શરૂ થતા દાહોદ જિલ્લાની શાળાઓમાં બાળકોને શાળાના સંચાલકો તેમજ શિક્ષકો દ્વારા બાળકોને આજે પ્રથમ દિવસે કુમકુમ તિલક તેમજ પુષ્પ ગુચ્છ આપી સ્વાગત સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, દાહોદ જિલ્લામાં ધોરણ ૧ થી ૫નું ફીઝીકલ શિક્ષણ એસ.ઓ.પી.નું પાલન કરી તેમજ બાળકોના સ્વાસ્થ્યની દેખભાળ કરી શિક્ષણ કામગીરી શરૂં કરવામાં આવ્યું છે. એક વર્ગખંડમાં ૫૦ ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોશીયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક, સેનેટરાઈઝર વિગેરેનું શાળાઓમાં અને વર્ગખંડોમાં ચુસ્ત પાલન કરવામાં આવનાર છે. બાળકોના વાલીઓ પાસેથી સંમતિપત્ર પણ મંગાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે ત્યારે હવે ધોરણ ૧ થી ૫ના વર્ગાે પણ શરૂં થતાં શાળા, વર્ગખંડોમાં બાળકોના કલરવ અને ચહલ પહલ પણ જાેવા મળશે. લાંબા સમય બાદ બાળકો પુનઃ સ્કુલ ચલે હમના સુત્ર સાથે શાળાએ પહોંચ્યા હતા.


