આજ રોજ સવાર મા આખાં ઝાલોદ નગર મા મહાકાળી માતા ની ભવ્ય શોભાયાત્રા નગર મા નીકળી હતી ગલી ગલી મા દરેક જગ્યા પર લોકો એ પુષ્પ થી સ્વાગત કર્યું તેમ જ આખું ઝાલોદ નગર ભક્તિમય થઇ ગયું હતું ભજન કીર્તન તેમજ ગરબા થી આખું નગર ગાજી ઉઠયું હતું ,નગર મા ઠેર ઠેર ભક્તો જય માતા દી ના ગુંજ થી વાતાવરણ ને ગજવી નાખ્યું હતું, બેન્ડ બાજા તેમ જ ફટાકડા ફોડી આખું વાતાવરણ ભક્તિમય થઇ ગયું હતું, મહાકાળી માતા ની શોભાયાત્રા જ્યારે મંદીર પર પહોંચી ત્યાં ભવ્ય મહાઆરતી કરવા મા આવી ત્યાર બાદ મહાકાળી મંદિર ખાતે મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું નગર ના સર્વે વ્યક્તિ ઓ એ મહાપ્રસાદ લીધો હતો આમ આખાં દિવસ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો છેલ્લે મહાકાળી મંદિર સમિતિ ના દરેક સભ્યો દ્વારા દરેક ભક્તો દ્વારા પ્રોગ્રામ સફળ બનાવતા તેમનો આભાર માન્યો હતો
Post Views:
485