લુણાવાડાનાં વોર્ડ નંબર ૭ નાં બુથ નંબર ૨૦૧ માં મતદાન યાદી સુધારણા કાર્યક્રમમાં બે દિવસથી ચૂંટણીપંચ દ્વારા ફરજ પર મુકેલા બી.એલ.ઓ ધેર હજાર રહેતા લોકોમ રોષ
લુણાવાડાનાં વોર્ડ નંબર ૭ નાં બુથ નંબર ૨૦૧ માં મતદાન યાદી સુધારણા કાર્યક્રમમાં બે દિવસથી ચૂંટણીપંચ દ્વારા ફરજ પર મુકેલા બી.એલ.ઓ ધેર હજાર રહેતા લોકોમાં ભારે રોષ
લુણાવાડા તા.2 રિપોર્ટર વિશાલ સિંહ શાલ સોલંકી
લુણાવાડા નગર પાલિકા વિસ્તારમાં આવેલી આદર્શ વિધાલય માં વૉર્ડ નંબર ૭ અને બુથ નંબર ૨૦૧ માં બી.એલ.ઓ તરીકે ની કામગીરી કરતા અને કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મહેશભાઈ પટેલ જેઓ ને લુણાવાડા નાં બુથ નંબર ૨૦૧ માં ફરજિયાત મતદાન સુધારણા કાર્યક્રમ માં બી.એલ.ઓ તરીકે શનિ તેમજ રવિવારે હજાર રહેવાનું હોય છે ત્યારે ૧૮ વર્ષ તેમજ વધું ઉંમરના મતદારયાદીમાં નામ નોધણી કરાવવા તેમજ સુધારણા, મરણબાદ નામ કમી જેવા કામ અર્થે શાળામાં આવતા હોય છે જ્યારે શાળામાં ફરજ પરત્યેની બેદરકારીનાં કારણે આવા બી.એલ.ઓ સરકારની રાષ્ટ્રીય કામગીરી હોવા છતાં પણ બિન્દાસ્ત મૂળમાં કામ કરતાં નથી તેમજ શાળામાં આવતા નથી.
હાલ લુણાવાડા નગરનાં યુવા વૉર્ડ નંબર ૭ નાં કોર્પોરેટર દક્ષેશ પટેલીયા દ્વારા બી.એલ.ઓ ને તેમની ફરજનાં ભાગ રૂપે ટેલીફોનીક જાણ કરતાં ઉડાઉ જવાબ મળતાં તેઓ દ્વારા લુણાવાડા તાલુકાના મામલતદાર ને જાણ કરવામાં આવી ત્યારે તેઓ ને ખબર પડી કે બુથ નંબર ૨૦૧ માં કોઈ પણ બી. એલ. ઓ છે નહી મામલતદાર દ્વારા જાણ કરતાં બી. એલ. ઓ સ્થળ પર આવી ગયાં હતા. પણ પ્રશ્ન એ થાય છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા વિવિઘ કાર્યક્ર્મ તેમજ બેનર્સ પણ લગાવવામાં આવતા હોય છે તેમ છતાં પણ આવાં સરકારી બાબુઓ પોતાને સોંપેલી કામગીરી પણ નિષ્ઠા પૂર્વક નિભાવતા નથી જેનાં કારણે કેટલાય એવા યુવા મતદારો ચૂંટણી કાર્ડ થી વંચિત રહી જાય છે અને પોતના મતાધીકાર થી વંચિત રહી જાય છે ત્યારે કોઈ પણ મતદાર રહી ના જાય જેવા બેનરો માત્ર શોભાના ગાઠિયા જેવા રહી જાય છે. તંત્ર દ્વારા આવા ફરજ પર્ત્યેની બે દરકરી દાખવતા બી. એલ.ઓ સામે કાર્યવાહી કરવામાં આવશે કે માત્ર ઠપકો આપી છોડી દેવાશે..????