દિલ્હીના એક ફુડ સપ્લીમેન્ટ્રી ડીલેવરી બોય દ્વારા દાહોદના એક ૬૨ વર્ષીય વૃધ્ધને ક્રેડીટ કાર્ડની કેસ લીમીટ વધારી આપવાની લાલચ આપી રૂા.૯૮ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે પડાવી લીધાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદ શહેરમાં એક ૬૨ વર્ષીય વૃધ્ધ વ્યક્તિને ક્રેડીટ કાર્ડની લીમીટ વધારી આપવાની લાલચ આપી એક ફુડ સપ્લીમેન્ટ્રી ડીલેવરી બોય દ્વારા મોબાઈલ ઓટીપી મારફતે રૂા.૯૮,૨૬૧ ટ્રાન્ફર કરી વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા.૦૪ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે રહેતો અને ફુડ સપ્લીમેન્ટ્રી ડીલેવરી બોય તરીકે ફરજ બજાવતો ૨૧ વર્ષીય રોહિત સત્યપ્રકાશ માથુરે દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તાર ખાતે કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતાં ૬૨ વર્ષીય ગોપાલ મદનલાલ વર્માને મોબાઈલ ફોન ઉપર ફોન કરી જણાવ્યું હતું કે, બેન્કના ક્રેડીટ કાર્ડની કેસ બેક લીમીટ વધારી આપવાની લાલચ આપી વાતચીત કરી હતી અને રોહિત નામના વ્યક્તિએ તેના અન્ય એક સાથીદારનો સંપર્ક કરાવી અને ગોપાલભાઈને ભોણવી પોટવી તેમના કાર્ડનો સીવીવી નંબર તથા ફોન ઉપર આવેલ ઓટીપી નંબર લઈ લીધો હતો અને રૂા.૯૮,૨૬૧ પોતાના ખાતામાં ટ્રાન્ફર કરી વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આ સંબંધે છેતરપીંડીનો ભોગ બનેલ ગોપાલ સત્યપ્રકાશ વર્માએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.