દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં લીમડી બાયપાસ રોડ પર બે ફોર વ્હીલર વાહનો સામસામે ધડાકાભેર અથડાતાં ચાર ગંભીર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી બાયપાસ પાસે બે ફોર વ્હીલર વાહનો સામસામે અથડાતાં ગાડીમાં સવાર કુલ ૦૪ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
આજરોજ વહેલી સવારના સમયે લીમડી બાયપાસ રોડ પર બે ફોર વ્હીલર ગાડીઓ પસાર થઈ રહી હતી અને એકાએક જાેતજાેતામાં સામસામે બંન્ને ફોર વ્હીલર વાહનો ધડાકાભેર અથડાતાં ગાડીમાં સવાર કુલ ૦૪ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને કારનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા સાથે ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને જ્યાં ઈજાગ્રસ્તોને ૧૦૮ ઈમરજન્સી એબ્યુલંશ સેવા મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સમગ્ર મામલે પોલીસે ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

