દાહોદમાં નિરામય દિવસ નિમિત્તે જિલ્લા સેવા સદન ખાતે મેડીકલ કેમ્પ યોજાયો : ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મયોગીઓએ મેડીકલ કેમ્પનો લાભ લીધો
દાહોદ તા. ૧૦
રાજ્યના ૩૦ વર્ષ કે તેથી વધુ ઉમરનાં ૩ કરોડ જેટલા લોકોની સ્વાસ્થ સંબધિત સેવાઓ સહિતની આરોગ્ય સેવાઓ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા નિરામય ગુજરાતની પહેલ કરવામાં આવી છે ત્યારે આજે નિરામય દિવસ નિમિત્તે દાહોદ જિલ્લા સેવા સદનનાં સરદાર પટેલ સભાખંડ ખાતે યોજાયેલા મેડીકલ ચેકઅપ કેમ્પમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ અહીં કાર્યરત કર્મયોગીઓએ મેડીકલ કેમ્પની આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. નિરામય ગુજરાત અંતર્ગત આજે શુક્રવારે નિરામય દિવસ હોય જિલ્લા સેવા સદન ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડીકલ કેમ્પમાં લોહીના દબાણ, ડાયાબિટીશ ચેકઅપ સહિતની સુવિધાઓ પૂરી પડાય હતી.

