દાહોદમાં કંટ્રોલ બ્લાસ્ટ વડે બે જૂની ઇમારતો તોડી પાડવામાં આવી
દાહોદ તા.૧૫
દાહોદ શહેરમાં ઈતિહાસમાં સૌપ્રથમ વાર કંટ્રોલ બ્લાસ્ટ વડે બે જુની ઈમારતોને તોડી પાડવામાં આવી છે. કંટ્રોલ બ્લાસ્ટ વડે બિલ્ડીંગ તોડી પાડવામાં આવતાં એકક્ષણે આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો.
દાહોદ શહેરમાં હાલ કંન્ટ્રક્શન ક્ષેત્રે દરેક વિસ્તારમાં પુરજાેશમાં કામગીરી ચાલી રહી છે. અનેક જુના બાંધકામ તોડીને નવા બાંધકામની કામગીરી પણ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે જુના બાંધકામો તોડી પાડવા માટે બ્રેકર સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ જુની મોટી ઈમારતો અને બિલ્ડીંગો તોડી પાડવા માટે કંટ્રોલ બ્લાસ્ટનો ઉપયોગ પણ કરવામાં આવે છે ત્યારે દાહોદ તાલુકાના રાબડાળ ગામે આવેલ જુની ઈમારતો તોડી પાડી નવી સોસાયટી બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારમાં આવેલ જુની ઈમારતોને તોડી પાડવા માટે ગતરોજ કંટ્રોલ બ્લાસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં બિલ્ડીંગના પાયામાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો અને જાેતજાેમાં આખી બિલ્ડીંગ ધરાશાહી થઈ હતી. બ્લાસ્ટને પગલે વિસ્તારમાં એકક્ષણે સ્તબ્ધતા સહિત ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો પરંતુ બાદમાં જાણવા મળ્યું કે, બિલ્ડીંગ તોડી પાડવા કંટ્રોલ બ્લાસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.